GovernmentHousingNEWSPROJECTS

જંત્રીના દરો અંગે સરકારને કુલ 11,046 વાંધાઓ-સૂચનો મળ્યા, યોગ્ય ચકાસણી બાદ જંત્રીના દરો અંગે લેશે નિર્ણય- ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર હિતને ધ્યાને લઈ જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ (rationalisation) કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા. વધુમાં તેમણે ગુજરાતની જનતાને જણાવ્યું હતું કે, જંત્રીના દરો કરવામાં આવનાર સૂચિત વધારા અંગે રાજ્ય સરકારે 20 જાન્યુઆરી-2025ના રોજ મુદ્દત પૂર્ણ થતાં, રાજ્ય સરકારને કુલ  મુસદ્દારૂપ જંત્રી-૨૦૨૪ માટે બે મહિનામાં રાજ્ય ૧૧,૦૪૬ વાંધા સૂચનો મળ્યા છે. જે પૈકી ૫૪૦૦ જેટલા શહેરી અને ૫૬૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા સૂચનો મળ્યા છે. રાજય સરકારને મળેલ કુલ રજૂઆતો પૈકી ૬૭૦૦ જેટલી પ્રવર્તમાન જંત્રી દર ઓછા કરવાની અને ૧૭૫૫ જેટલી જંત્રી દર વધારવા અંગે સૂચનો મળ્યા છે.

વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ તમામ વાંધા અને સૂચનોની જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા ૧૫ દિવસમાં પ્રાથમિક ચકાસણી કર્યા બાદ રાજ્ય સરકારને રજૂ કરવામાં આવશે. વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, જંત્રીના દર ઓછા કરવા માટે કુલ  ૬૭૫૩ , જંત્રી દર ખૂબ જ ઓછા છે તે વધારવા માટે કુલ ૧૭૫૫, સર્વે નંબર ખોટા વેલ્યૂ ઝોનમાં સમાવેશ કરવા ૯૪, સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલા ન હોય તેવી ૨૬૮  અને ૨૧૭૬ જેટલા અન્ય વાંધા-સૂચનોની અરજીઓ રાજ્ય સરકારને મળી છે. જેમાંથી સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી ૨,૧૭૯અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી કુલ ૦૭ જેટલી વિવિધ વાંધા-અરજીઓ મળી છે.

હવે આ વાંધા-સૂચનોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડ્યૂટી દ્વારા મળેલ સૂચનોની પ્રાથમિક ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમીતિમાં આખરી નિર્ણય માટે મોકલવાની કામગીરી હાથ ધરાશે. જે સમગ્ર પ્રક્રિયા ૧૫ દિવસમાં પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close