Civil EngineeringCivil TechnologyNEWS

અમદાવાદમાં‘ મિલિયન માઈન્ડ્સ’- ટેકસિટીનો પ્રારંભ, ગુજરાતના ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં નવો માઈલસ્ટોન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, અમદાવાદમાં “મિલિયન માઇન્ડ્સ – ટેક સિટી”નું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના સૌથી મહત્ત્વાકાંક્ષી અને આધુનિક ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સમાંનું એક માનવામાં આવે છે.

આ પ્રસંગે, અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વિકાસમાં દેશને નેતૃત્વ આપ્યું છે અને હવે રાજ્ય ટેકનોલોજી, AI, ડિજિટલ સર્વિસીસ અને ઇનોવેશન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે “મિલિયન માઇન્ડ્સ – ટેક સિટી” ગુજરાતમાં ઉચ્ચ કક્ષાની રોજગારી સર્જવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રોજેક્ટ દ્વારા આગામી વર્ષોમાં અંદાજે 63 હજારથી વધુ સીધી અને આડકતરી રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, આ પ્રોજેક્ટ અમદાવાદને બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામ જેવા ભારતના અગ્રણી ટેક સિટીઓની સમકક્ષ સ્થાને પહોંચાડવામાં મદદરૂપ બનશે.

65 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલી આ ટેક સિટીમાં કુલ અંદાજે 18 મિલિયન સ્ક્વેર ફૂટ વિકાસ થવાનો છે. જેમાં વર્લ્ડ ક્લાસ ગ્રેડ-એ ઓફિસ સ્પેસ, SEZ ઝોન, કોમર્શિયલ ટાવર્સ, ઇનોવેશન સેન્ટર્સ, સ્ટાર્ટઅપ હબ, રિટેલ સ્પેસ, હોટેલ અને આધુનિક લાઇફસ્ટાઇલ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમાં આધુનિક પ્રીકાસ્ટ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ઝડપી ગતિએ ગુણવત્તાસભર અને ટકાઉ વિકાસ શક્ય બન્યો છે. સાથે જ પ્રોજેક્ટ IGBC પ્લેટિનમ ગ્રીન બિલ્ડિંગ ધોરણોને અનુરૂપ વિકસાવવામાં આવી રહ્યો છે, જે એનર્જી કાર્યક્ષમતા અને પર્યાવરણપ્રેમી વિકાસને પ્રોત્સાહન આપે છે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં જ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રસ દર્શાવ્યો છે. IT, કન્સલ્ટિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને બાયોટેક ક્ષેત્રની અગ્રણી કંપનીઓ અહીં ઓફિસ સ્પેસ માટે આગળ આવી રહી છે. આથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણ વધવાની સાથે રાજ્યના યુવાનો માટે નવી કારકિર્દીની તકો પણ સર્જાશે.

“મિલિયન માઇન્ડ્સ – ટેક સિટી”ને “વોક-ટુ-વર્ક” મોડલ હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ઓફિસ, રહેણાંક, રિટેલ, હોટેલ અને મનોરંજનની સુવિધાઓ એક જ ઇન્ટિગ્રેટેડ કેમ્પસમાં ઉપલબ્ધ રહેશે. આ પ્રકારનું આધુનિક અર્બન પ્લાનિંગ ભવિષ્યના સ્માર્ટ સિટી મોડલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close