GovernmentInfrastructureNEWSPROJECTS

સાણંદ સર્કલ-ઈસ્કોન ફ્લાયઓવરનો એલિવેટેડ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણતા આરે, 1 જુલાઈ ઉદ્ઘઘાટન થવાની સંભાવના

અમદાવાદ શહેરનો અત્યંત મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળશે. 4 કિલોમીટરની લંબાઈ ધરાવતો સાણંદ સર્કલથી ઈસ્કોન ફ્લાયઓવર સુધીનો એલિવેટેડ કોરિડોરનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાની આરે છે. જેથી, આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આશરે 1 જુલાઈ આસપાસ થવાની પ્રબળ સંભાવના છે.

છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા નિર્માણ કાર્યને કારણે 1.5 કિમીનો ડાયવર્ઝન રાખવામાં આવ્યો હતો, જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રથી અમદાવાદ તરફ આવતા મુસાફરોને 30 થી 60 મિનિટ સુધીનો વિલંબ સહન કરવો પડતો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી દ્વારા 1 જૂન સુધીમાં આ ડાયવર્ઝન બંધ કરીને ફ્લાયઓવર નીચેનો માર્ગ ફરી શરૂ કરવાની યોજના છે, જેથી એલિવેટેડ કોરિડોર સંપૂર્ણ રીતે શરૂ થાય તે પહેલાં જ ઈસ્કોન ક્રોસ રોડ તરફનું વાહન વ્યવહાર સરળ બની શકે.

500 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલો આ એલિવેટેડ કોરિડોર પર દરોજ લગભગ બે લાખ વાહનોનો ટ્રાફિક સંભાળી શકે તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. કાર્યરત થયા પછી, વાહનચાલકોને કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જેવા ત્રણ મુખ્ય ટ્રાફિક બોટલનેકને બાયપાસ કરવાની સગવડ મળશે, જેના કારણે આ વ્યસ્ત માર્ગ પર ટ્રાફિક પ્રવાહમાં નોંધપાત્ર સુધારો થશે.

ઉલ્લેખનીય છે કે, એસ.જી. હાઈ વે નજીકના રહેણાંક અને વ્યાપારી વિસ્તારો પર તેનો પ્રભાવ ઘટાડવા માટે, આ એલિવેટેડ કોરિડોરમાં ખાસ અવાજ નિયંત્રણ (Noise Control) સિસ્ટમ પણ લગાવવામાં આવશે, જેથી વાહનોના અવાજમાં ઘટાડો થઈ શકે.

આ કોરિડોર શરૂ થયા પછી મુસાફરીનો સમય અને ઈંધણ બંનેમાં નોંધપાત્ર બચત થશે. આ ઉપરાંત, હાલમાં ભારે ટ્રાફિકના કારણે વિલંબિત થતી એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓને પણ ઝડપી અને અવરોધ રહિત માર્ગ મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close