GovernmentNEWSPROJECTS

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આજે ગુજરાત મુલાકાતે, ગિફ્ટ સિટીમાં કરશે બેઠક

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અંદાજે, દોઢ વાગે ગિફ્ટ સિટી ખાતે પહોચશે, જ્યાં તેઓની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટીના વિકાસ અને ફાયનાન્સ અંગેની સમીક્ષા બેઠક કરશે.

સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આ બેઠક બપોરે 1:30 વાગ્યે ગિફ્ટ સિટી ક્લબ ખાતે યોજાશે. સમીક્ષા બેઠકમાં ગિફ્ટ સિટી સાથે સંબંધિત વિકાસકાર્યો અને ચાલુ પહેલોની સમીક્ષા કરવામાં આવશે તેવી શક્યતા છે.

આ બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ હિતધારકો ભાગ લેશે તેવી સંભાવના છે. બેઠકના એજન્ડા અંગેની વધુ વિગતો હજુ પ્રાપ્ત થવાની બાકી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close