GovernmentNEWS

મિલકત ખરીદ-વેચાણના દસ્તાવેજો ફેસલેસ થશે, રાજ્યનું મહેસૂલ વિભાગ કરી રહ્યું છે તૈયારીઓ

ગુજરાતમાં મિલકત ખરીદ-વેચાણના દસ્તાવેજો ફેસલેસ કરવામાં આવશે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન અને મિલકતોના દસ્તાવજોની નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ફેસલેસ બનાવવાની દિશામાં મક્કમ પગલાં હાથ ધર્યા છે. સબ-રજિસ્ટાર કચેરીમાં થતો વચેટીયાઓનો ત્રાસ, વ્યાપક ભ્રષ્ટાચાર અને સમયનો વિલંબ અટકાવવા માટે ટેકનોલોજીના માધ્યમથી આ નવી વ્યવસ્થા આગામી દિવસોમાં અમલી બનાવવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.

મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, ખરીદ-વેચાણના દસ્તાવેજો ફેસલેસ બનાવવામાં આવશે. આ પદ્ધતિમાં બ્લોકચેન ટેક્નોલોજી સફળ હોવાથી તેનો ઉપયોગ દસ્તાવેજ ફેસલેસ કરવામાં વપરાશે તેમ મહેસૂલ વિભાગના સૂત્રો જણાવે છે.

નવી સિસ્ટમ મુજબ પગલે નાગરિકોએ દસ્તાવેજ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીએ રુબરુ જઈને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહી પડે. જોકે, આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર પ્રાથમિક તબક્કે ચોક્કસ મોટા શહેરોમાં પાયલોટ પ્રોજક્ટ તરીકે શરુ કરી શકે છે.   

અમદાવાદના અમુક વિસ્તાર પુરતી પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરવામાં આવે. આ પછી તેની સફળતા અને ટેકનિકલ સદ્દવ્યવહારની ચકાસણી કર્યા બાદ, તેને સમગ્ર ગુજરાતમાં ફરજિયાત કરવામાં આવી શકે તેમ મહેસૂલ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ વ્યવસ્થાને સુપેરે પાર પાડવા માટે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ડેટા એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં હોય છે. જ્યાં સુધી દસ્તાવેજ ફાઈનલ મંજૂર ન થાય, ત્યાં સુધી કોઈપણ કોમ્યુટર કે હેકર પણ ખરીદનાર-વેચનારનું અસલી નામ જોઈ શકતા નથી. દસ્તાવેજની તમામ બાબતો ચકાસણી થઈ ગયા, પછી છેલ્લા ખરીદનાર કે વેચનારની એળખ છતી કરાશે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close