GovernmentHousingNEWS
ગુજરાત સરકારે, જંત્રીના દરોના વધારા મુદ્દે વાંધાઓ-સૂચનો કરવા માટે 1 મહિનાનો સમય આપ્યો- ઋષિકેશ પટેલ, પ્રવક્તા, ગુજરાત સરકાર
ગુજરાત સરકારે 20 નવેમ્બરના રોજ જંત્રીના દરોમાં કરેલા સૂચિત વધારાને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના મોટાં શહેરોમાં જંત્રીના દરો મુદ્દે રાજયભરમાં મોટાપાયે વિરોધ નોંધાયો હતો. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરવામાં આવનાર સૂચિત વધારાના મુદ્દે મંગાવેલા વાંધાઓ -સૂચનો માટે એક મહિનાની મુદ્દત આપી હતી તેમાં વધારો કરીને એક મહિના વધુ આપવામાં આવ્યો છે. તે દરમિયાન રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ લોકોના વાંધાઓના સાંભળીને અને તેને ધ્યાને લઈને જ રાજ્ય સરકાર જંત્રીના દરો અંગે નિર્ણય લેશે તેવું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને સરકારના પ્રવક્તા માનનીય ઋષિકેશભાઈ પટેલે મીડિયાને જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.