જો કૉન્ટ્રાક્ટર્સ સારાં કામો નહી કરે તો, બુલડોઝર નીચે ફેંકાઈ દઈને સીધા કરીશ – નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં જે રોડ કૉન્ટ્રાક્ટર્સ સારી ગુણવત્તા વાળા કામો નહીં કરે તો, કૉન્ટ્રાક્ટર્સ બુલડોઝર નીચે નાખીને સીધા કરીશ. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારમાં કોઈ ખોટા કામો ચલાવી લેવામાં નહી આવે.
વધુમાં ગડકરીએ મોદી સરકારની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકાર પારદર્શિતાવાળી છે. સમયબદ્ધમાં પરિણામો લાવવામાં માને છે. જેથી, મે એક જાહેરસભામાં પણ કહ્યું હતું કે, જો કોઈ રોડ કૉન્ટ્રાક્ટર્સ સારી રીતે કામ નહી કરે તો, તેને બુલડોઝર નીચે ફેંકી દઈને સીધા કરી દેશું. તમે યાદ રાખો કે, આવનારા વર્ષોમાં રોડ કોન્ટ્રાક્ટર્સને મારી મારીને સીધા કરી દઈશ, તેમાં સરકાર કોઈ જ સમાધાન નહી કરે.
નિતીન ગડકરીએ ગુરુવારે એટલે કે, 5 ડિસેમ્બરના રોજ લોકસભામાં પોતાના મંત્રાલય અંગે ચર્ચા દરમિયાન, આ વાત કરી હતી. નિતીન ગડકરીના ગુસ્સાવાળા વલણને લઈને શાસક પક્ષ અને વિપક્ષ બંનેના સાંસદોને ખૂબ જ નવાઈ લાગી હતી.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે લોકસભામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે આવેલી ખામીઓ ગણાવતા મંત્રીશ્રી ગડકરીને સવાલ પૂછ્યો હતો તેના જવાબમાં ગડકરીએ આ વાત કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.