AUDAના CEO IAS ડી.પી. દેસાઈની સ્વૈચ્છિક નિવૃત્તિ, ગુજરાત સરકારે નિવૃતિ કરી મંજૂર.

ગુજરાત સરકારે વરિષ્ઠ IAS અધિકારી ડી.પી. દેસાઈની સ્વૈચ્છિક નિવૃત્તિ સત્તાવાર રીતે મંજૂર કરી છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 30 એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જાહેરનામા મુજબ, 2008 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી ડી.પી. દેસાઈ Ahmedabad Urban Development Authority (AUDA) ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમણે 9 માર્ચ, 2026 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે નોટિસ આપી હતી, જેમાં 30 એપ્રિલ, 2026થી સેવા છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકારે જણાવ્યું કે સક્ષમ સત્તાધિકારીએ All India Services (Death-cum-Retirement Benefits) Rules, 1958 ના નિયમ 16(2) હેઠળ તેમની અરજી મંજૂર કરી છે. પરિણામે, ડી.પી. દેસાઈને 30 એપ્રિલ, 2026 (બપોર પછીથી) સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની મંજૂરી આપવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



