GovernmentHousingNEWS

જંત્રીના દરોમાં સૂચિત વધારાનો રાજ્યમાં ભારે વિરોધ, વધારાના દરો અંગે સરકાર કરે સ્પષ્ટતા – ક્રેડાઈ ગુજરાત  

20 નવેમ્બર-2024 ના રોજ ગુજરાત સરકારે, જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં જંત્રીના દરો અંગે ભારે વિરોધ થઈ રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સનું નેતૃત્વ કરતું ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ અમદાવાદ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરો સૂચિત વધારો કરવાની જાહેરાત અંગે કેટલીક સ્પષ્ટતાઓ સહિત મુખ્ય ત્રણ માંગણીઓ રાજ્ય સરકાર સમક્ષ મૂકી હતી.

  1. 20 ડિસેમ્બર સુધીમાં વાંધા-સૂચનો રજૂ કરવાનો,જે સમય આપવામાં આવ્યો છે, તેમાં વધારો કરીને 31 માર્ચ 2025 કરવામાં આવે.
  2. વાંધા-સૂચનો જે ઓનલાઈન મંગાવી છે, તેને બદલે ઓફલાઈન એટલે કે, મામલતદાર-કલેક્ટર મારફતે સ્વીકારવામાં આવવા જોઈએ. કારણ કે, ઓનલાઈનની વ્યવસ્થા યૂઝર ફ્રેન્ડલી નથી.
  3. વૈજ્ઞાનિક ઢબે જંત્રીના દરો નક્કી કરવામાં આવ્યા છે, તો કઈ પદ્ધતિથી આ જંત્રીના દરો નક્કી કરવામાં આવ્યા તેની સ્પષ્ટતા કરવામાં આવે.

ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જંત્રીના દરોમાં 200થી 2000 ઘણો ધરખમ વધારો કરવા જઈ રહી છે, જેનાથી, રિયલ એસ્ટેટ માર્કેટ માઠી અસરો પડશે.

  1. ખેડૂતોને ઊંચા દરો જમીનના વ્યવહારના ખર્ચમાં વધારો કરે છે, જેના કારણે ખેડૂતો માટે તેમની જમીન વેચવી મુશ્કેલ બનશે.
  2. ઘર ખરીદનારા ગ્રાહકોને ઘર ખરીદવા ખૂબ ોઘાં પડશે. કારણ કે, સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ખર્ચમાં વધારો થશે. મકાનો અંદાજે, 30-40 ટકા મોંઘા થશે.
  3. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ડેવલપર્સઓને જમીન સંપાદનના ઊંચા ખર્ચનો સામનો કરવો પડશે. જેથી, પ્રોજેક્ટ વિલંબમાં પડશે જેના લીધે, માંગમાં ઘટાડો જશે અને રિયલ એસ્ટેટ માર્કેટ ધીમું પડશે.

ક્રેડાઈ અમદાવાદ ટીમે, અહીં મહત્વનું વિશ્લેષણ કરીને જણાવ્યું છે કે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ત્રણ સમયગાળા માટે જંત્રીના દરોની સરખામણી દર્શાવે છે. જેમાં 1- એપ્રિલ-2023 પહેલાના, 2- એપ્રિલ-2023 બાદના અને 3- 2024 માટે સૂચિત દરો. આ પરથી સ્પષ્ટ થાય છે કે, તમામ વિસ્તારોમાં સૂચિત વધારો ખૂબ જ અલગ અલગ છે. વિકસિત વિસ્તારોમાં નાનો વધારો થાય છે. કારણ કે, તેમના દર પહેલાથી જ ઊંચા હતા. તેનાથી વિપરીત વિકાસશીલ વિસ્તારોમાં ખૂબ જ જ તીવ્ર વધારો થાય છે, જે વિસ્તારો માટે સૂચિત વધારાને પડકારુપ બનાવશે. આ અસમાનતાને વ્યાજબી અને સંતુલિત રીતે દરોને સમાયોજિત કરવાની જરુરિયાત દર્શાવે છે.

જંત્રીના દરોમાં ધરખમ વધારો થવાની સર્જાતી મુખ્ય સમસ્યાઓ

  1. સ્ટેમ્પ ડ્યૂટી અને નવી ટેન્યોરની જમીન પ્રિમિયમ : જંત્રીના દરમાં થયેલા વધારાને કારણે, સ્ટેમ્પ ડ્યૂટી અને નવી ટેન્યોર લેન્ડ માટેનો પ્રિમિયમની રકમમાં મોટો વધારો થશે. પરિણામે, ઘરની કિંમતમાં 30થી 40 ટકાનો વધારો થશે.
  2. TP વિસ્તાર માટેના પર્ચેઝ FSI રેટ્સ: નવી સૂચિત જંત્રી મુજબ આ દરમાં ધરખમ વધારો થવાથી, સરેરાશ પર્ચેઝ FSI દરમાં ઓછામાં ઓછો રુ. 800 પ્રતિ ચોરસ ફૂટે વધારો થશે.
  3. TDR ખર્ચ અને રિડેવલપેમેન્ટ પ્રોજેક્ટ્સ: ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટ્સ ખર્ચ વધશે. જેના કારણે, સ્લમ એરિયાઓનું રિડેવલપમેન્ટ કરવું અઘરુ બનશે. એટલે કે, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવા પોસાય નહીં. પરિણામે ઘણા રિડેવપમેન્ટ પ્રોજેક્ટ્સ થંભી જશે.  

રાજ્ય સરકારે જંત્રીના દરોમાં કરેલા ધરખમ વધારાને કારણે, રિયલ એસ્ટેટ માર્કેટ 3 વર્ષ માટે સ્થગિત થઈ જશે. તેમજ જંત્રીના દરોમાં સૂચિત વધારા અંગે જ્યાં સુધી કોઈ સંપૂર્ણ સ્પષ્ટતા નહી આવે ત્યાં સુધી કોઈ નવા જમીના વ્યવહારો નહી થાય. હાલમાં ચાલી રહેલા જમીન, એપાર્ટમેન્ટ અને ઓફિસ સોદાઓમાં વિવાદ અથવા કેસ પણ થઈ શકે છે. એટલે કે, રાજ્ય સરકાર જંત્રીના દરો અંગે કોઈ ઠોસ નિરાકરણ નહી લાવે તો, રિયલ એસ્ટેટ માર્કેટની ગતિશીલતા ઘટી જશે અને સમગ્ર ગુજરાતના આર્થિક વિકાસ પર અસર પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close