GovernmentHousingInfrastructureNEWS

ભારત ઓલિમ્પિક ગેમ્સ-2036 માટે તૈયાર, અમદાવાદમાં SVP સ્પોટર્સ એન્ક્લેવનું નિર્માણ 2025 થશે શરુ, 2028માં પૂર્ણ.

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની તૈયારીમાં લાગી ગયું છે. જેના ભાગરુપે, અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોટર્સ એન્ક્લેવનું બાંધકામ 2025માં શરુ થવાનું છે અને 2028સુધીમાં તેમનું નિર્માણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. જે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ભારતની બિડ સાથે સલગ્ન છે. જો ભારતને ઓલિમ્પિક ગેમ્સ-2026 ની યજમાનશીપ મળે તો, અમદાવાદ પ્રતિષ્ઠિત સ્પોર્ટિંગ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરે તેવી શક્યતા છે.

ભારતે 1 ઑક્ટોબરે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ને લેટર ઑફ ઈન્ટેન્ટસબમિટ કરીને 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ઈચ્છા સત્તાવાર રીતે વ્યક્ત કરી છે. ત્યારબાદ, અમદાવાદ આ બિડ માટે સંભવિત અગ્રણી તરીકે ચર્ચામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ (ગોલિમ્પિક)ને ઓલિમ્પિક ગેમ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવા માટે એક ખાસ નિગમની રચના કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ગુજરાતનો વારસાના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવા અને ખર્ચ ઘટાડવા માટે એન્ક્લેવના માસ્ટર પ્લાનમાં સુધારો કર્યો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યાનુસાર, ફૂટબોલ સ્ટેડિયમ અને બે મલ્ટીપર્પઝ એરેના હવે SVP સ્પોર્ટ્સ એન્ક્લેવની બહાર બાંધવામાં આવશે, જેનાથી પ્રોજેક્ટનો ખર્ચ 6,000 કરોડથી ઘટાડીને 4,000 કરોડ થશે.”

ઉલ્લેખનીય છે કે, જે એન્ક્લેવ નિર્માણ કરવામાં આવશે, તેમાં કાયમી અને હંગામી સ્થળોનું મિશ્રણ હશે, જે વિવિધ રમતો અને કાર્યક્રમો માટે સુગમતા સુનિશ્ચિત કરશે. કાયમી સુવિધાઓમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 15,000-ક્ષમતા ધરાવતું બહુહેતુક ઈન્ડોર એરેના, 12,000 બેઠકો ધરાવતું જળચર કેન્દ્ર અને એથ્લેટ્સ માટે સમર્પિત આવાસનો સમાવેશ થાય છે. અસ્થાયી સ્થળોમાં 10,000 સીટનો વોલીબોલ એરેના, 6,000-ક્ષમતાનો બાસ્કેટબોલ એરેના અને શહેરી રમતગમત અને ક્લાઇમ્બીંગ એરેનાનો સમાવેશ થશે, જેમાં દરેક 3,000 દર્શકોને સમાવી શકે છે.

નોંધનીય છે કે, ગુજરાત પણ વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે પોતાનું સ્થાન જમાવી રહ્યું છે. “ગુજરાત 2026માં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે અને 2025માં એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ તેમજ 2028માં U20 વર્લ્ડ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપનું આયોજન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. કૉમબૅટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની પણ યોજનાઓ ચાલી રહી છે. 2027 અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029 માં,” ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close