GovernmentHousingInfrastructureNEWSPROJECTS

ગિફ્ટ સિટીમાં 5,000 રહેણાંક મકાનોની મર્યાદા પુરી, હવે વધુ મકાનો માટે મંજૂરી નહીં  

દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ- ટેક્ સિટી ગિફ્ટ સિટીમાં હાલ રહેણાંક 5000 યુનિટો માટે મંજૂરી આપી દીધી છે. જેથી હવેથી ગિફ્ટ સિટીમાં રહેણાંક પ્રોજેક્ટ્સ માટે કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં તેવું ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ તપન રેએ મિડીયા સમક્ષ જણાવ્યું છે.

નોંધનીય છે કે, હાલ 2 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 4,103 રહેણાંક એકમો સૌને આકર્ષી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર અને દેશના અન્ય શહેરથી આવેલા 10 રિયલ એસ્ટેટ ડેવલપર્સેએ 4,103 રહેણાંક એકમો નિર્માણ કરવા માટેનું લોકોને વચન આપ્યું છે અને જેમાં કેટલાક ડેવલપર્સે કામ ચાલુ કર્યુ છે અને કેટલાક ડેવલપર્સની જગ્યા પર ઓફિસની કાર્યરત છે.  

ઉલ્લેખનીય છે કે, શરુઆતમાં રહેણાંક મકાનો ગિફ્ટ સિટીમાં કામ કરતાં લોકો માટે જ હતા. પરંતુ તે પછી માલિકીની અંગેના નિયમનમાં બહારના લોકોને ઘરની માલિકીની મંજૂરી આપવા હળવા નિયમો કરવામાં આવ્યા હતા. પરંતુ, રહેવાસીઓ તો, ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો હોવા જોઈએ. આ પ્રોજેક્ટમાં કોઈને પણ મકાનો ધરાવવાની અને કબજે કરવાની છૂટ આપીને હળવાશ આપવામાં આવી હતી અને આવા મકાનોની મર્યાદા 5,000 હાઉસિંગ એકમો પર નક્કી કરવામાં આવી હતી.

ગિફ્ટ સિટીના અધિકારીઓ જણાવે છે કે, હાલ ગિફ્ટ સિટીમાં 5,000 રહેણાંક એકમોની લક્ષિત સંખ્યા કરતાં ઓછી હોઈ શકે છે, પરંતુ, હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટેનો કુલ વિસ્તાર પુરો થઈ ગયો છે. સામાન્ય રીતે ગિફ્ટ સિટીમાં આવેલા ઘરોની કિંમત બહારના મકાનો કરતાં 30 થી 40 ટકા વધારે હશે.

10 નિર્માણાધીન અથવા સૂચિત હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૈકી કે જેણે “સનસેટ ક્લોઝ” નો લાભ લીધો હતો, પાંચ GIFT સિટી ખાતે SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના નોન પ્રોસેસિંગ એરિયામાં સ્થિત છે,જ્યાં પ્રોસેસિંગથી વિપરીત સ્થાનિક કાયદામાંઓમાં છૂટ નથી.

ગિફ્ટ સિટીમાં ડેવલપર્સમાં સેવી એટીએસ રિયલ્ટી, શિવાલિક એલએલપી, શિલ્પ ઈન્ફ્રાસ્પેસ એલએલપી, બકેરી રેસીડેન્સીસ એલએલપી,ભંડારી અને સંગાથ બિલ્ડર્સ એલએલપીનો સમાવેશ થાય છે. એ જ રીતે, ડોમેસ્ટિક ટેરિફ એરિયા (ડીટીએ) માં હાઉસિંગ પ્રોજેક્ટ્સ સોભા લિમિટેડ, સંગાથ આઈપીએલ, નીલા સ્પેસ, કાવ્યરત્ન એલએલપી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના છે. SBI હાઉસિંગ પ્રોજેક્ટ તેના પોતાના કર્મચારીઓ માટે હશે. બેંગલુરુ સ્થિત સોભા લિમિટેડ અને મેસર્સ ભંડારીને છોડીને, અન્ય તમામ રેસિડેન્શિયલ ડેવલપર્સ અમદાવાદ અને ગાંધીનગર સ્થિત છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: gym songs
Back to top button
Close