ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે યુ.એસ.ની વધુ 5 કંપનીઓ ઉત્સુક
આવનારા દિવસોમાં ભારત સેમિકન્ડક્ટર પ્લાન્ટનું હબ બને તો નવાઈ નહીં હોય. કારણે કે, અમેરિકન ચિપમેકર માઈક્રોન ટેક્નોલોજી કંપનીએ ગુજરાતના સાણંદ નજીક ચિપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે. અને તે માટેની સરકારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. માઈક્રોન કંપની સહિત અન્ય પાંચ અમેરિકન ચિપમેકર કંપનીઓએ પણ ભારતમાં ચિપ બનાવવા માટેના પ્લાન્ટ સ્થાપવા માટે રસ દાખવ્યો છે અને સંભવિત મોટા રોકાણ માટે કેન્દ્ર સરકાર સાથે વાતચીત થઈ રહી છે, તેવું કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી ચંદ્રશેખરે મિડીયાને જણાવ્યું છે.
“ભારતમાં પેકેજિંગ પ્લાન્ટની શોધ કરવા માટે માઈક્રોનની જાહેરાત પછી ઓછામાં ઓછી પાંચ પેકેજિંગ કંપનીઓએ અમારીસાથે સંપર્ક કર્યો છે. હું અત્યારે તમને નામો જણાવી શકતો નથી, પરંતુ, કમ્પાઉન્ડ ફેબ્સમાં નિષ્ણાત કંપનીઓ અને માઈક્રોન જેવી ઓછામાં ઓછી એક વધુ મેમરી પણ દેશમાં પ્લાન્ટ સ્થાપવામાં રસ દાખવી રહી છે તેવું ચંદ્રશેખરે જણાવ્યું છે.
જૂનમાં, માઈક્રોન ટેક્નોલોજી કંપનીએ જાહેરાત કરી હતી કે તે ગુજરાતમાં $ 2.75 બિલિયનનો એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપશે, જે દેશની $10 બિલિયન ચિપ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ ભારતમાં સત્તાવાર રીતે રોકાણ કરવા માટેની પ્રથમ કંપની છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.