આજે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે સેમીકોન ઈન્ડિયા-2023નું ઉદ્દઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ગઈકાલે રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું. અને આજે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઈન્ડિયા-2023ને સંબોધન કરશે.
સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યા બાદ, વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠકો કરશે. જ્યાં સબંધિત લોકોને સાંભળ્યા બાદ એક્ઝીબિશન સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવે તેવી શકયતા રહેલી છે. વધુમાં બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને, મોદીએ સૌરાષ્ટ્રના વિકાસને પણ ઈન્ટરનેશનલ વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. જે બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભાને સંબોધન કર્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
One Comment