GovernmentNEWSPROJECTS
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત લઈને, મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરનું કર્યુ નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ગાંધીનગર ખાતે રાજભવનમાં રોકાણ કરશે. અને આવતીકાલે 28 જુલાઈના રોજ સવારે મહાત્મા મંદિર ખાતે, સેમિકોન ઈન્ડિયા-2023 કોન્ફરન્સનો શુભારંભ કરાવશે. ત્યારે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાનની મુલાકાત લઈને થઈ રહેલી તૈયારીઓને મહાત્મા મંદિર ખાતે નિરીક્ષણ કરીને, કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જરુરી સૂચનાઓ આપી હતી.
નોંધનીય છે કે, ગાંધીનગર મહાત્મા મંદિરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે નિર્માણ પામેલા ઈન્ટરનેશન એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે. તેમજ અન્ય વિકાસના કામોનું ઉદ્દઘાટન અને ખાતમૂર્હૂત કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.