વડાપ્રધાન મોદી 28 જુલાઈએ ગુજરાત મુલાકાતે, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. 28 જુલાઈના રોજ રાજકોટ અને સ્ટેટ કેપિટલ ગાંધીનગરમાં હાજરી આપશે. જે પૈકી પહેલાં રાજકોટ ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે. જ્યાં તેઓ પોતાનું એરફાક્ટને લેન્ડિંગ અને ટેક ઓફ કરીને રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટને લોકો માટે ખુલ્લું મૂકશે. ઉલ્લેખનીય છે કે 27 અને 28 જુલાઈ રાજસ્થાન અને ગુજરાત એમ બે રાજ્યની મુલાકાત કરી રહ્યા છે.
રાજકોટનું ગ્રીનફિલ્ડ એરપોર્ટને 2500 એકરથી વધુ જમીન વિસ્તારમાં અને 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. નવા એરપોર્ટમાં આધુનિક ટેકનોલોજી અને ટકાઉ સુવિધાઓનો સમન્વયથી નિર્માણ કરવામાં આવ્યું છે. ટર્મિનલ બિલ્ડિંગ ગૃહ-4 અનુરૂપ છે,(ગ્રીન રેટિંગ ફોર ઈન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ) અને ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ (એનઆઇટીબી) વિવિધ સ્થાયીત્વ વિશેષતાઓથી સજ્જ છે, જેમ કે ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, સ્કાય લાઈટ્સ, એલઈડી લાઈટિંગ, લો ગેઇન ગ્લેઝિંગ વગેરે જેવી સુવિદ્યાઓ આપવામાં આવી છે.
રાજકોટની સાંસ્કૃતિક આધારિત એરપોર્ટના ટર્મિનલની ડિઝાઇન કરી છે. જેમાં બાહ્ય અને અગ્ર ભાગ અને ભવ્ય ઇન્ટિરિયર દ્વારા લિપપન આર્ટથી માંડીને દાંડિયા નૃત્ય સુધીના કલા સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવશે. આ એરપોર્ટ સ્થાનિક સ્થાપત્ય વારસાનું પ્રતીક બનશે અને તેમાં ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારની કલા અને નૃત્યના સ્વરૂપોના સાંસ્કૃતિક ગૌરવને પ્રતિબિંબિત કરવામાં આવશે. રાજકોટનું નવું એરપોર્ટ માત્ર રાજકોટના સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસમાં જ યોગદાન નહીં આપે, પરંતુ સમગ્ર ગુજરાતમાં વેપાર, પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રોને પણ પ્રોત્સાહિત કરશે.
આ ઉપરાંત, વડાપ્રધાન મોદી 860 કરોડથી વધારેની કિંમતની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન પણ કરશે. સૌની યોજના લીંક 3 પેકેજ 8 અને 9 સિંચાઈની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં અને સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાના પાણીનો લાભ આપવામાં મદદરૂપ થશે. દ્વારકા આર.ડબ્લ્યુ.એસ.એસ.ના અપગ્રેડેશનથી પાઇપલાઇન દ્વારા ગામોને પૂરતું અને પીવાલાયક પાણી પૂરું પાડવામાં મદદ મળશે. હાથ ધરવામાં આવી રહેલા અન્ય પ્રોજેક્ટ્સમાં સંરક્ષણ, પુન:સ્થાપના અને વિકાસ સામેલ છે. આરકોટ કિલ્લાનો પ્રથમ અને બીજો તબક્કો; વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ; સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ; ફ્લાયઓવર બ્રિજ, વગેરેનો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.