GovernmentHousingNEWSPROJECTS

ગુજરાતરેરા ચેરપર્સન તરીકે અનિતા કરવાલ(IAS Retd.)ની નિમણૂંક, હવે પ્રોજેક્ટોને મળશે ફટાફટ રેરા મંજૂરી

ગુજરાત સરકારે ઘણા સમયથી ખાલી પડેલી ગુજરાત રેરા ચેરપર્સનની જગ્યા પર ગુજરાત રેરાના ચેરપર્સન તરીકે ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી અનિતા કરવાલની નિમણૂંક કરી છે. આ નિમણૂંકની સાથે ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક આનંદની લાગણી છવાઈ છે, કારણ કે, રેરા ચેરપર્સનની નિમણૂંકની સાથે જ હવે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને રેરા પરવાનગી જલદી મળશે અને પ્રોજેક્ટોની કામગીરીને વેગ મળશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રેરાની શરુઆતમાં પ્રથમ મહિલા રેરા ચેરપર્સન તરીકે સ્વર્ગીય મંજુલા સુબ્રમણ્ય(પૂર્વ ચીફ સેક્રેટરી, ગુજરાત)ને ગુજરાત રેરાના ચેરપર્સન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદ, અમરજિતસિંહ(નિવૃત આઈએએસ)ને રેરા ચેરપર્સન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી અને હવે અનિતા કરવાલને ગુજરાત રેરાના ત્રીજા અને મહિલા ચેરપર્સન તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

કોણ છે અનિતા કરવાલ ?

અનિતા કરવાલ ગુજરાત કેડર(1988)બેંચના પૂર્વ આઈએએસ અધિકારી છે. અનિતા કરવાલ મૂળ ચંદીગઢ, પંજાબના રહેવાસી છે. અનિતા કરવાલ ડેપ્યુટેશન પર દિલ્હીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. નિવૃત થયા અને હવે ગુજરાત સરકારે તેમને મોટી જવાબદારી સોંપી છે. અનિતા કરવાલે અર્બન ડેવલપમેન્ટ, સ્પિપા સહિત સરકારશ્રીના અનેક વિભાગોમાં જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.   

Show More

Related Articles

Back to top button
Close