ઓલિમ્પિક ગેમ્સ-2036 માટે અમદાવાદ તૈયાર, શહેરના અલગ અલગ ઝોનમાં બનશે 5 સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષ
દેશભરમાં ઓલિમ્પિક ગેમ્સ-2036ના યજમાન પદને લઈને જોરશોરમાં ચર્ચા સાથે તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નારણપુરામાં એક તાલીમ સ્પોટર્સ કોમ્પ્લેક્ષ નિર્માણ કરી દીધું છે. અને હજુય અમદાવાદના અલગ અલગ ઝોન મુજબ અન્ય પાંચ મોટા રમતગમત સંકુલો નિર્માણ રાજ્ય સરકારની નોડલ એન્જસી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન નિર્માણ કરશે.
અમદાવાદ શહેરના મહત્વના એરિયા એવા ગોતા, ન્યૂ રાણીપ, નરોડા, બોપલ અને નિકોલ આ પાંચ વિસ્તારોમાં રમતગમત સંકુલો અંદાજે 250 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ પામશે. જે માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
ગોતામાં 16875 ચો.મી.માં નિર્માણ પામશે સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષ
તમામ સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષની વિગતવાર વાત કરીએ તો, ગોતામાં અંદાજે, 16875 ચો.મી.ની જગ્યા પર 28 કરોડ રુપિયામાં રમતગમત સંકુલ નિર્માણ પામશે. આ મેદાનમાં કબડ્ડી, ટેનિસ કોર્ટ, અને સ્વિમિંગ પુલ, 200 ટૂ વ્હીલર પાર્કિંગ 50 કારનું પાર્કિંગ ઝોન બનશે. તેમજ કોમ્પ્લેક્ષ બિલ્ડિંગ નિર્માણ પામશે. આ ઉપરાંત, ગોતા કોમ્પ્લેક્ષમાં બેડમિન્ટન કોર્ટ, બાસ્કેટ બોલ, મીની હેન્ડ બોલ, ફૂટ બોલ કોર્ટ, યોગા હોલ અને ઝિમનાસ્ટ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવશે.
બોપલમાં 22,443 ચો.મી. નિર્માણ પામશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
આ રમતગમત સંકુલમાં ઈનડોર અને આઉટ ડોર માટેનો મેદાનો બનાવવામાં આવશે. સ્વિમિંગ પુલ, જીમ, રેસ્ટોરેન્ટનો સમાવેશ થશે. આ રીતે, ન્યૂ રાણીપમાં 7,657 ચો.મી.માં બનાવવામાં આવશે. તો, નિકોલ અને નરોડામાં અનુક્રમે 10,865 ચો.મી. અને 19,510 ચો.મી. વિસ્તારમાં રમતગમત સંકુલ નિર્માણ પામશે.
આ પાંચ મુખ્ય સંકુલો ઉપરાંત, ખાડિયા, શાહીબાગ અને વટવામાં મિની સ્પોર્ટ્સ એરેના આવશે અને તેમાં બોક્સ ક્રિકેટ, બાસ્કેટબોલ અને બેડમિન્ટન કોર્ટ હશે. AMCના અધિકારીઓ વટવા મિની એરેના માટે અસલાલી પાસે જગ્યા માટે શોધખોળ કરી રહ્યા છે.
હાલમાં, શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ AMC દ્વારા નારણપુરામાં 20 એકર વરદાન ટાવરમાં રૂ. 583 કરોડમાં બનાવવામાં આવી રહ્યું છે. સંકુલ એક વર્ષમાં તૈયાર થઈ જવાની આશા છે. પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં 59 કરોડના રોકાણ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિલ કોમ્પ્લેક્સ 49,934 ચોરસ મીટરમાં આવેલું છે અને તેમાં 25mx20m એથ્લેટિક્સ ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, ચાર ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ અને પાંચ ટેબલ ટેનિસ કોર્ટનો સમાવેશ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.