GovernmentGovtNEWS

મ્યુનિસિપલ કોર્પોરેશનને બાંધકામ પ્લાન ફી અને FSIની રૂ.1,150 કરોડની આવક

Construction plan fee and FSI revenue of Rs.1,150 crore to Municipal Corporation

AMCની ડામાડોળ નાણાકીય સ્થિતિ વચ્ચે શહેરમાં બંધાયેલી નવી ઇમારતોના પ્લાનની મંજૂરી એફ.એસ.આઇ. અને અન્ય ચાર્જ મળી રૂ. 1,150 જેટલી આવક મળતા મ્યુનિ. કોર્પોરેશનના શાસકોએ હાશ અનુભવી છે. મ્યુનિ. ટી.ડી.ઓ. અને એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર US.એસ. સોલંકીએ મ્યુનિ. કમિશનર સેહરાને સુપરત કરેલા એક રિપોર્ટમાં આ માહિતી આપતા એમ જણાવ્યું છે કે, વર્ષ દરમિયાન શહેરના રહેણાક અને કોમર્શિયલ ઇમારતોના બાંધકામના પ્લાનની ફી, વિકાસ ક઼ી, ચાર્જેબલ એફ.એસ.આઇ અને ચણતર ફી પેટે રૂ. 960 કરોડની આવક થવા પામી છે જે છેલ્લા કેટલાક વર્ષમાં સૌથી વધુ છે. આ ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ પેટે રૂ. 60 કરોડ તથા મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા બસ-મેટ્રોરેલ વિગેરેમાં જાહેર ખબર પેટે રૂ. 100 કરોડ ઉપરાંત રૂ. 20 કરોડ અન્ય વિવિધ ફી પેટે મળ્યા છે. જે કુલ 3. 1,150 કરોડ થવા જાય છે.

તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં હાઇરાઇઝ ઇમારતોની વધતી જતી સંખ્યાના કારણે બાંધકામના પ્લાન અને એફ.એસ.આઈ.ની ફી સહિત વિવિધ કીના કારણે આવકમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close