ConstructionDevelopersGovernmentInfrastructurePROJECTSUrban Development

ગુજરાતમાં વિમાનના ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવા તાતા-એર બસ માટે તખતો તૈયાર

Plans ready for Tata-Air bus to set up aircraft manufacturing plant in Gujarat

ગુજરાતમાં એર ક્રાફ્ટ- વિમાન બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવા માટે તાતા એર બસ કોન્સોર્ટિયુમ અને ગુજરાત સરકાર વચ્ચે અંતિમ તબક્કામાં વાટાઘાટો ચાલી રહી છે. આમ, ગુજરાત ‘મેક ઈન ઈન્ડિયા’ વિમાનનું ગુજરાતમાં ઉત્પાદન કરવામાં આવે તે ગુજરાત માટે ગૌરવની બાબત છે. કેન્દ્ર સરકારે, – ૨૯૫ મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનનું ઉત્પાદન કરવા માટે તાતા- એર બસ કોન્સોર્ટિયુમને ઓર્ડર આપ્યો છે. તાતા એર બસ કોન્સોર્ટિયુમ દ્વારા ગુજરાતમાં યોગ્ય અને સાનુકૂળ સ્થળે વિમાનના ઉત્પાદન માટેનો પ્લાન્ટ સ્થાપવાની કવાયતને અંતિમ ઓપ આપી દીધો છે અને તાતા કંપનીએ પ્લાન્ટ સ્થાપવાનું લગભગ નક્કી કર્યું છે. ગુજરાત સરકારે. સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીઅન ધોલેરામાં પ્લાન્ટ સ્થાપવા માટે નાના એર બસ કોન્સોર્ટિયમને જમીન ફાળવવાની ઓફર કરી છે. તાતા – એર બસ કોન્સોર્ટિયમ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે અન્ય સ્થળો પર પણ મીટ માંડી રહ્યું છે. તાતા- એર બસ કંપનીએ – ૨૯૫ ટ્રાન્સપોર્ટ વિમાનનું ઉત્પાદન કરવા માટેનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, તાતા – એર બસ કોન્સોર્ટિયમ અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા વિકસિત એરપોર્ટ નજીક પ્લાન્ટ સ્થાપવા માટે જગ્યા મળે તે માટે પણ નજર દોડાવી રહ્યું છે. જોકે, ગુજરાત સરકાર ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્થાપી રહ્યું હોવાથી તાતા કંપનીને ધોલેરામાં જમીન ફાળવવાની ઓફર કરી છે. ધોલેરામાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ૨૦૨૪માં કાર્યરત થવાની શક્યતા છે. નવાગામમાં ૧,૪૨૭ હેક્ટર જમીનમાં ઈન્ટરનેશનલ ઓરપોર્ટ તૈયાર કરાયું છે અને રાજ્ય સરકારે લગભગ ૭૫ હેક્ટર જમીન કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ફાળવી છે.

ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે. તાતા કંપની ચોક્કસપણે ગુજરાતમાં વિમાનના ઉત્પાદન માટેનો પ્લાન્ટ સ્થાપશે. વિમાનના ઉત્પાદન માટેનો પ્લાન્ટ સ્થાપવા અંગે સ્થળ- જગ્યા નક્કી કરવા અંગેની વાટાઘાટો હાથ ધરાઈ રહી છે અને ટુંક સમયમાં તે અંગે અંતિમ નિર્ણય લેવાશે. વર્ષે નવેમ્બર- ડિસેમ્બરમાં ચાલુ યોજાનાર ગુજરાત વિધાનસમાની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવે તે પહેલાં તાતા કંપનીના વિમાન ઉત્પાદન અંગેના પ્લાન્ટ વિષે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. દિલ્હી- મુંબઈ કોરિડોરમાં ધોલેરા એક મહત્વનું સ્થળ છે અને અગાઉ પણ ધોલેરામાં વિમાન MROની સુવિધા ઉભી કરવા માટે સક્રિય વિચારણા કરાઈ હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર, એર બસ સાથેની ભાગીદારીમાં તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે -૨૯૫ મિલિટરી વિમાનનું ઘર આંગણે ઉત્પાદન કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે ૨.૮ અબજ ડોલર (રૂ. ૨૨,૦૦૦ કરોડ)ના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ધોલેરા એરપોર્ટમાં ૪,૦૦૦ મીટર અને ૨,૯૧૦ મીટર લંબાઈના બે રન-વે હશે. ધોલેરા એરપોર્ટ પર આ સુવિધા તાતા- એર બસના વિમાનના ફ્લાઈટ- ટેસ્ટિંગ માટે ધોલેરા એરપોર્ટ પર આ સુવિધા આવશ્યક અને ઉપયોગી બની રહેશે. આ સાથે વિમાનનું ઉત્પાદન કરતી સ્વદેશી કંપની સૌપ્રથમવાર ભારતના સંરક્ષણ ક્ષેત્રે પ્રવેશશે. ખાસ કરીને જાહેર સાહસની કંપની દ્વારા તૈયાર થનાર વિમાન સાથે દેશના સંરક્ષણ ક્ષેત્રે પ્રથમ કંપની બની રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close