ગુજરાતમાં 126 કિ.મી ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે નિર્માંણ પામશે, કંડલા- મુંદ્રા માટે મહત્વનો.
126 km long greenfield expressway to build in Gujarat.

દેશમાં 25થી 30 એક્સપ્રેસ વે નિર્માંણ પામવા જઈ રહ્યા છે. જેમાં ગુજરાતમાં ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યા છે. ગુજરાત,રાજસ્થાન અને પંજાબમાંથી પ્રસાર થતો 762 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમૃતસર-જામનગર ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે નિર્માંણ પામશે. 636 કિમી. રાજસ્થાન અને પંજાબમાં નિર્માંણ પામશે અને 126 કિમી. ગુજરાતમાં નિર્માંણ પામશે. જે માટે 23 ટેન્ડર્સ એવોર્ડ કરી દેવાયા છે. આવનારા બે વર્ષમાં નિર્માંણ પામશે. આ એક્સપ્રેસ વે ગુજરાતના કંડલા અને મુંદ્રા બંદરોના વિકાસ માટે ખૂબ મહત્વનો છે.

રાજસ્થાનમાં 20 પેકેજમાં કામ થઈ રહ્યું છે જેમાં 196 કિ.મી હાઈવેમાંથી 32 ટકા નિર્માંણકાર્ય પૂર્ણ થયું છે. આ હાઈવનું નિર્માંણકાર્ય ડિસેમ્બર-2022 સુધી પૂર્ણ થશે. બીજો 3000 કરોડના ખર્ચે નિર્માંણ પામવા જઈ રહેલો 109 કિ.મી લંબાઈ ધરાવતો ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વે સરદાર પટેલ રીંગ, સિનરેજ, વેજલકાર અને અધેલી ગામ પાસેથી પ્રસાર થાય છે. આ ઉપરાંત, રાજકોટ-જેતપુર એક્સપ્રેસ વે સહિત ગુજરાતમાં એક્સપ્રેસ વે નિર્માંણ પામવા જઈ રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments