Civil EngineeringHousingNEWS

1 જુલાઈથી મકાનોની કિંમતમાં 5%નો વધારો થશે, 70 લાખના મકાનમાં 3.5 લાખનો વધારો થશે.

પહેલી જુલાઈથી પ્રોપર્ટીની કિંમતોમાં 5 ટકાનો વધારો થશે તેવું ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું. ગઈકાલે અમદાવાદ સ્થિત ગાહેડ-ક્રેડાઈ હાઉસ આયોજિત 400થી વધારે ડેવલપર્સની એક મહા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ અંગે રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે, પશ્વિમ એશિયાના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ પગલે, બિલ્ડિંગ મટેરિયલના ભાવમાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે જેના પરિણામે, બિલ્ડરો પ્રોજેક્ટ કોસ્ટ ઊંચી પડે છે જેથી, ભાવવધારો કર્યો હતો. આ ભાવવધારો પહેલી જુલાઈના રોજથી અમલમાં આવશે તેવી ક્રેડાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ આલાપ પટેલે જણાવ્યું હતું.

તો, ક્રેડાઈ અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ જણાવ્યું હતું કે, માર્ચ મહિના બાદ, નવા પ્રોજેક્ટ લોન્ચમાં સરેરાશ 75 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અત્યારે, શહેરમાં 4 થી 6 માસ સુધીની ઈન્વેન્ટરી પડી છે. એટલે કે, વણવેચાયલા મકાનો પડ્યા છે.

નોંધનીય છે કે, 5 ટકાનો વધારો થવાથી, આવનારા દિવસોમાં મકાનો મોંઘા થશે જેથી, જે પણ ગ્રાહકોને મકાનો ખરીદવાની ઈચ્છા હોય, તેમના માટે ગોલ્ડન ટાઈમ છે. જો કે, હાલ યુદ્ધ સમાપ્ત થયું છે તેના પગલાં હાલ પૂરતી માર્કેટમાં રાહત અનુભવાઈ છે પરંતુ, હજુ સુધી યુદ્ધ પૂર્ણ થયું તેવું કહેવું અગરુ છે કારણ કે, ડોનાલ્ડ ટ્રેમ્પનું કોઈ જ ટેકાણું નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close