Civil EngineeringCivil TechnologyGovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાતનું ગૌરવ: વડાપ્રધાન મોદીએ ઉદ્ધઘાટન કરેલા ગંગા એક્સપ્રેસમાં 156 કિમી.નો હિસ્સો,ગુજરાતની પટેલ ઈન્ફ્રા.લિ.એ કર્યો નિર્માણ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં ગંગા એક્સપ્રેસનું ઉદ્ઘઘાટન કર્યું હતું. આ સમગ્ર એક્સપ્રેસની લંબાઈ કુલ 594 કિ.મી. હતી. જે પૈકી 156 કિ.મી.નું નિર્માણકાર્ય ગુજરાતની નામાંકિત પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે કરીને, ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ટચર ડેવલપમેન્ટમાં પોતાનો હિસ્સો નોંધાવીને ગૌરવ અનુભવી રહ્યું છે. ત્યારે અહીં પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ટચર લિમિટેડના સીએમડી અરવિંદ પટેલના જણાવ્યાનુસાર, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ગંગા એક્સપ્રેસવેના ગ્રુપ–3 નું સફળતાપૂર્વક નિર્માણ કરીને તેને પૂર્ણ કરીને હસ્તાંતર કર્યું છે. આ એક એક્સેસ-કંટ્રોલ્ડ છ-લેન (આઠ-લેન સુધી વિસ્તૃત કરી શકાય તેવી) ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે છે, જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં હાર્દોઈથી ઉન્નાવ સુધીનો લગભગ 156 કિમીનો વિસ્તારો આવરી લે છે.

આ 156 કિ.મી.નો વિસ્તાર મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 234 કુલ્વર્ટ, 117 અંડરપાસ, 45 પુલ, 9 ફ્લાયઓવર, 2 રેલ ઓવર બ્રિજ (ROB), 4 ઇન્ટરચેન્જ, ઉચ્ચ સ્તરની સુવિધાઓ ધરાવતા 3 રેસ્ટ એરિયા અને 3 ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે.

આ માર્ગ આગ્રા-લખનૌ એક્સપ્રેસવે અને લખનૌ-કાનપુર હાઇવે જેવા અન્ય એક્સપ્રેસવે અને હાઇવે સાથે જોડાણ પૂરું પાડે છે. જે ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરો વચ્ચે સરળ અને કાર્યક્ષમ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, કોરિડોર સાથે આશરે 192 કિમીના સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 126 જંક્શનનો સમાવેશ થાય છે, જે હાર્દોઈ અને ઉન્નાવ જિલ્લાઓના ગામો વચ્ચે સરળ અને અસરકારક કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.

સુરક્ષા વધારવા અને ઉત્તમ મુસાફરીનો અનુભવ આપવા માટે સમગ્ર માર્ગ પર અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) લાગુ કરવામાં આવી છે. ATMSમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છે.

* દરેક કિલોમીટર પર હાઈ-રિઝોલ્યુશન કેમેરા

* વાહન ગતિ નિરીક્ષણ અને નિયંત્રણ માટે Vehicle Speed Detection System (VSDS)

* અકસ્માત, ખોટી દિશામાં વાહન ચલાવવું અને અન્ય ઉલ્લંઘનો ઓળખવા માટે Video Incident Detection and Enforcement System (VIDES), જેમાં અંતર આધારિત ઓવરસ્પીડિંગ ડિટેક્શન પણ સામેલ છે

* ટ્રાફિક સ્થિતિ, હવામાન અને મુસાફરી સલાહ માટે રિયલ-ટાઈમ માહિતી આપતા Variable Message Sign (VMS) બોર્ડ

ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મેરઠથી પ્રયાગરાજ સુધીનો હાઈ-સ્પીડ કોરિડોર વિકસાવીને ઉત્તર પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિદૃશ્યમાં પરિવર્તન લાવવાનો છે. આ પહેલ પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપશે, મુસાફરીનો સમય ઘટાડશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારશે અને ઉદ્યોગ, કૃષિ તેમજ પર્યટન વિકાસને પ્રોત્સાહન આપશે. આ એક્સપ્રેસવે આધુનિક કનેક્ટિવિટી અને વ્યૂહાત્મક તૈયારીનું પ્રતિક પણ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close