GovernmentInfrastructurePROJECTS

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે, અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણની કરી સમીક્ષા

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ નિર્માણાધીન અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી અને પ્રોજેક્ટ પર કાર્યરત ઇજનેરો તેમજ નિર્માણ ટીમ સાથે સંવાદ કર્યો હતો.

મુલાકાત દરમિયાન તેમણે સ્ટેશન બિલ્ડિંગ અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું કે અમદાવાદ વિભાગમાં કોરિડોરના સૌથી જટિલ એન્જિનિયરિંગ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં હાલની રેલવે લાઈનો અને ફ્લાયઓવર ઉપર અનેક ક્રોસિંગના નિર્માણનો સમાવેશ થાય છે.

રેલવે મંત્રીએ બહુ-માળી સ્ટેશન બિલ્ડિંગ અને એપ્રોચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે કામની ગતિ જાળવી રાખવા સૂચના આપી હતી.

આ ઉપરાંત, અશ્વિની વૈષ્ણવે સાઇટ પર કાર્યરત ઇજનેરો અને નિર્માણ ટીમ સાથે મુલાકાત કરી, તેમના કાર્ય, અનુભવ, કુશળતા અને ટેકનિકલ જ્ઞાન વિશે માહિતી મેળવી હતી. તેમણે ટીમની સમર્પિતતા, પ્રતિબદ્ધતા અને મહેનતની પ્રશંસા કરી તેમજ સુરક્ષા, ગુણવત્તા અને એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ ધોરણો જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close