InfrastructureNEWS

GIFT CITYમાં યુવા ફિનટેક ઈનોવેટર્સ માટે ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તા.16 ઓગસ્ટ  

GIFT સિટીએ GIFT International FinTech Innovation Hub (GIFT IFIH) હેઠળ International Financial Services Centres Authority (IFSCA)ના વ્યૂહાત્મક સહયોગથી ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ આગામી પેઢીના ફિનટેક ઈનોવેટર્સને શોધવા, પ્રોત્સાહિત કરવા અને આગળ વધારવાનો છે. આ કાર્યક્રમ દ્વારા વિચાર (Ideation) અને પ્રોટો ટાઇપિંગથી લઈને નિયમનકારી માન્યતા (Regulatory Validation) અને સ્ટાર્ટઅપ સ્થાપના (Venture Creation) સુધીનું સુવ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવશે.

આ કાર્યક્રમની શરૂઆત દેશવ્યાપી અરજી પ્રક્રિયાથી થશે. ત્યારબાદ પસંદ થયેલા અરજદારો બે દિવસીય FinTech Ideation Hackathonમાં ભાગ લેશે. ત્યાંથી પસંદ થયેલી ટીમો GIFT IFIH ખાતે યોજાનારા આઠ અઠવાડિયાના રહેણાંક કાર્યક્રમમાં જોડાશે, જ્યાં તેઓ સ્ટાર્ટઅપ સ્થાપકો, ઉદ્યોગ નિષ્ણાતો, રોકાણકારો, નિયમનકારી સંસ્થાઓ અને ઈકોસિસ્ટમ લીડર્સ સાથે નજીકથી કામ કરશે.

આ કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ડિઝાઇન થિંકિંગ, ગ્રાહક શોધ અને વેલિડેશન, બિઝનેસ મોડલ તૈયાર કરવું તેમજ રોકાણકારો સમક્ષ અસરકારક પ્રેઝન્ટેશન(Investor Pitch) જેવી બાબતોનો સમાવેશ થશે. આથી ભાગ લેનારાઓ પોતાના નવીન વિચારોને બજારમાં સફળતાપૂર્વક રજૂ કરી શકાય તેવા સ્ટાર્ટઅપમાં પરિવર્તિત કરી શકશે.

કાર્યક્રમ હેઠળ ટોચના ત્રણ સ્ટાર્ટ અપ્સને IFSCA FinTech Sandboxમાં સીધી એન્ટ્રી આપવામાં આવશે. આ દ્વારા તેઓ નિયંત્રિત નિયમનકારી માળખામાં પોતાની નવીન નાણાકીય સેવાઓનું પરીક્ષણ અને માન્યતા મેળવી શકશે. આ પહેલનો હેતુ નવીન ફિનટેક સ્ટાર્ટઅપ્સના ઝડપી વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવાનો અને ભારતના IFSCમાં જવાબદાર તથા ભવિષ્યમુખી નવીનતાની સંસ્કૃતિ વિકસાવવાનો છે.

આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ, તાજા સ્નાતકો, યુવા ઉદ્યોગ સાહસિકો અને સમગ્ર ભારતના યુવા ઈનોવેટર્સ અરજી કરી શકશે.

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ઓગસ્ટ, 2026
  • FinTech Ideation Hackathon: 21-22 ઓગસ્ટ, 2026
  • પસંદ થયેલી 10 ટીમો માટે રહેણાંક કાર્યક્રમની શરૂઆત: 1 સપ્ટેમ્બર, 2026 (GIFT City ખાતે)

GIFT IFIHના મજબૂત રોકાણકાર નેટવર્ક, ઉદ્યોગ ભાગીદારો અને અનુભવી મેન્ટર્સના સહકારથી આ કાર્યક્રમ પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે. અગાઉના GIFT IFIH કાર્યક્રમોના અનેક સ્ટાર્ટઅપ્સ સફળતાપૂર્વક FinTech Sandboxમાં પ્રવેશી ચૂક્યા છે, નોંધપાત્ર ફંડિંગ મેળવ્યું છે અને ઇકોસિસ્ટમના સતત સહકારથી પોતાના વ્યવસાયને વિસ્તૃત કર્યો છે.

મેન્ટર્સ, રોકાણકારો, ઉદ્યોગના અગ્રણીઓ અને નિયમનકારી સંસ્થાઓ સુધી વહેલી પહોંચ ઉપલબ્ધ કરાવીને આ કાર્યક્રમ GIFT Cityનેવૈશ્વિક સ્તરના ફિનટેક ઇનોવેશન હબ તરીકે વિકસાવવાના વિઝનને વધુ મજબૂત બનાવશે. નવીનતા, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને નિયમનકારી સહકારના સંયોજન દ્વારા ભવિષ્ય માટે સજ્જ એવા સ્ટાર્ટઅપ્સ તૈયાર કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close