નારેડકો ગુજરાત ટીમની, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, જંત્રી, એફએસઆઈ, અર્ફોડેબલ હાઉસિંગ અંગે થઈ ચર્ચા-વિચારણા

તાજેતરમાં નારેડકો ગુજરાતની ટીમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં નારેડકો ગુજરાતની ટીમમાં નારેડકો ઈન્ડિયાના ઓન. સેક્રેટરી અને નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલ, નારેડકો ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ યોગેશ ભાવસાર, સંકલ્પ ગ્રુપના સીએમડી રોબિન ગોયેન્કા, જીઆઈસીએના પ્રેસિડેન્ટ દીપક પટેલ, વસાણી ગ્રુપના એમડી હરેશ વસાણી, એસ.જે. સંગાથ ગ્રુપના સીએમડી સંજ્ય જૈન અને મધરલેન્ડ ગ્રુપના એમડી ભુપેશ પટેલ સહિત અન્ય હોદ્દાદારોએ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે, ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની વર્તમાન સ્થિતિ અંગે, જંત્રીના દરો અંગે સહિત ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સના હિતોને ધ્યાનમાં રાખીને ચર્ચા-વિચારણા કરી હતી.

આ પ્રસંગે, નારેડકો ગુજરાતની વુમેન વિંગની ટીમે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં નારેડકો ગુજરાતના મહિલા વિંગના પ્રેસિડેન્ટ સહિત અન્ય મહિલા હોદ્દાદારોએ, પ્રધાનમંત્રી ટી. બી. મુક્ત ભારત અભિયાન આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કીટ આપીને, નારેડકો ગુજરાત માહી ટીમે સોલા સિવિલ હોસ્પિટલના વિવિધ યુએચસીમાં નોંધાયેલ ટીબી પેશન્ટોને પોષણયુક્ત અનાજ કરિયાણા તથા મલ્ટી વિટામિન દવાઓની કીટ દર માસે આગામી ૯-૧૨ મહિના સુધી પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યુ છે અને આ અભિયાન હેઠળ 5000 જેટલી કીટનું વિતરણ કરવાની શરુઆત પણ કરવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.