GovernmentInfrastructureNEWSPROJECTS

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરત-બિલીમોરા રૂટ પર 20 નવેમ્બરથી ઓવરહેડ વીજવાયરોમાં કરંટ છોડાશે

સુરત: Built India Media: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટના સુરત-બિલીમોરા એલિવેટેડ સેક્શન પર 20 નવેમ્બર, 2026થી ઓવરહેડ વીજવાયરોમાં વીજપ્રવાહ શરૂ કરવાની જાહેરાત નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવી છે.

NHSRCL દ્વારા જાહેર સલામતી અંગે સૂચના બહાર પાડીને લોકોને ચેતવણી આપવામાં આવી છે કે 20 નવેમ્બરથી આ સેક્શનના તમામ ઓવરહેડ વીજવાયરોને વીજપ્રવાહિત માનવા. વીજ પુરવઠો સક્રિય થયો હોય કે નહીં, લોકોએ વીજવાયરો અને સંબંધિત ઇલેક્ટ્રિકલ સાધનોથી સુરક્ષિત અંતર જાળવવું પડશે.

કોર્પોરેશને વીજ ઇન્સ્ટોલેશનની નજીક અનધિકૃત પ્રવેશ અને કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરવા પણ સૂચના આપી છે. હાઈવોલ્ટેજ વીજળીના જોખમને ધ્યાનમાં રાખીને આ સલામતી સૂચના જાહેર કરવામાં આવી છે, જેથી એલિવેટેડ રેલ કોરિડોર નજીક કોઈ અકસ્માત સર્જાય નહીં.

ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અગાઉ સુરત-બિલીમોરા રૂટ પર 2027માં બુલેટ ટ્રેન સેવા શરૂ થવાની જાહેરાત કરી હતી. ઓવરહેડ વીજવાયરોને વીજપ્રવાહિત કરવાની આ કામગીરી દેશના પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને કાર્યરત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close