Civil EngineersConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદના ઐતિહાસિક એલિસબ્રિજ પર રૂ. 42.9 કરોડના ખર્ચે હેરિટેજ વોકવે તૈયાર, ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે

અમદાવાદ: Built India Media: સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક એલિસબ્રિજના હેરિટેજ વોકવેનું રૂ. 42.9 કરોડના અંદાજિત ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા આ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

બ્રિટિશ શાસનકાળમાં બનેલા આ ઐતિહાસિક બ્રિજની મૂળ ઓળખ અને સ્થાપત્ય વારસો જાળવી રાખીને તેને રાહદારીઓ માટે આકર્ષક મનોરંજન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. બ્રિજના મૂળ સ્ટીલ સ્ટ્રક્ચરને મજબૂત બનાવવા વિશેષ એન્જિનિયરિંગ ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે, જ્યારે પેડેસ્ટ્રિયન ફ્લોરિંગનું કામ પણ પૂર્ણતાના આરે છે.

નવા હેરિટેજ વોકવે પર મુલાકાતીઓ અને પરિવારો માટે બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાંથી સાબરમતી નદી અને સૂર્યાસ્તનો સુંદર નજારો માણી શકાશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઐતિહાસિક વારસાનું સંરક્ષણ કરવાની સાથે નાગરિકો માટે ચાલવા અને મનોરંજનની સુવિધા ઊભી કરવાનો છે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એલિસબ્રિજ અમદાવાદના શહેરી સૌંદર્યમાં વધારો કરવાની સાથે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ માટે નવા આકર્ષણ તરીકે ઉભરી આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close