GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાતમાં AMRUT 2.0 હેઠળ રૂ. 4,832 કરોડનાં 497 પ્રોજેક્ટ પૂર્ણ, 78 તળાવોનું પુનઃજીવન

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના અટલ મિશન ફોર રિજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT 2.0) હેઠળ રૂ. 4,832 કરોડના ખર્ચે કુલ 497 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. આ મિશનનો હેતુ શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.72 લાખથી વધુ નવા ઘરેલુ પાણીનાં જોડાણો અને 1.03 લાખ ગટરનાં જોડાણો આપવામાં આવ્યાં છે.

પાણી પુરવઠા ક્ષેત્રે રૂ. 2,937 કરોડના 224 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. તેના દ્વારા 539 MLD પાણી શુદ્ધિકરણ ક્ષમતા, 1,366 લાખ લિટરની પાણી સંગ્રહ ક્ષમતા અને 2,128 કિમીનું પાણી વિતરણ નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. આ સુવિધાઓથી અંદાજે 23.87 લાખ નાગરિકોને લાભ મળ્યો છે.

રાજ્યનાં 31 અમૃત શહેરોમાં રૂ. 1,500 કરોડના 77 ગટર પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે. તેનાથી 162 MLD ગટર શુદ્ધિકરણ ક્ષમતા અને 931 કિમીનું ગટર નેટવર્ક ઉમેરાયું છે, જેનાથી આશરે 31.76 લાખ નાગરિકોને લાભ મળ્યો છે. શહેરી પર્યાવરણ અને સુશોભન માટે રૂ. 301 કરોડના 97 તળાવ પુનઃજીવન પ્રોજેક્ટ હાથ ધરાયા છે, જેમાં 78 તળાવોનું પુનઃજીવન પૂર્ણ થયું છે. આ ઉપરાંત રૂ. 94 કરોડના 99 બગીચા વિકાસ પ્રોજેક્ટમાંથી 87 બગીચા અને પાર્ક તૈયાર કરાયા છે.

મહિલાઓને રોજગારી અને આજીવિકાની તકો પૂરી પાડવા ‘અમૃત મિત્ર’ અને ‘વુમન ફોર ટ્રી’ પહેલ પણ અમલમાં છે. વુમન ફોર ટ્રી પહેલમાં આશરે 178 મહિલા સ્વસહાય જૂથો જોડાયાં છે. આ અંતર્ગત રૂ. 6.04 કરોડના 165 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 1.52 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close