HousingInfrastructureNEWS
પહેલી મે એટલે લેબર ડે, બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના અર્પિતા ફાઉન્ડેશન આપે છે કન્સ્ટ્રક્શન લેબરના બાળકોને સાઈટ ટુ સાઈટ શિક્ષણ સેવા

આજે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને પાડોશી રાજ્યોનો સ્થાપના દિવસ છે, ત્યારે ગુજરાતભરની જનતાને ગુજરાત સ્થાપના દિવસની, બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્સન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. તે સાથે આજના લેબર ડેના ભાગરુપે, બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન અંતર્ગત ચાલી રહેલા અર્પિતા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના કેટલાક વિસ્તારમાં બિલ્ડિંગ અને ઈન્ફ્રા. પ્રોજેક્ટ પર કન્સ્ટ્રક્શન લેબરના બાળકો માટે નિશુલ્ક શિક્ષણ સેવા આપે છે.


હાલ સાયન્સ સિટી અને વૈષ્ણોદેવી સર્કલની આસપાસના વિસ્તારોમાં શિક્ષણ સેવા સ્કૂલ દ્વારા લેબરના બાળકોનું શિક્ષણ, સલામતી અને સ્વાસ્થ્યની ચિંતા કરે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.