ઓછી માંગ, આયર્ન ઓરનું ઉત્પાદન વધતા સ્ટીલના ભાવમાં તીવ્ર ઘટાડો
Low demand, sharp fall in steel prices as iron ore production increases
ઓછી માંગની સામે આયર્ન ઓરનું ઉત્પાદન વધવાથી હાલ સ્ટીલના ભાવમાં હાલ ઉંચા સ્તરેથી તીવ્ર ઘટાડાનો માહોલ દેખાઇ રહ્યો છે.
સ્ટીલના ભાવ મે મહિનાની રૂ. ૭૧,૦૦૦ પ્રતિ ટનની ઉંચી ટોચથી ઝડપી ઘટીને જૂનના પ્રથમ સપ્તાહમાં રૂ. ૪૬,૫૦૦-૪૭,૦૦૦ની આસપાસ બોલાઇ રહ્યા છે. તો એનસીડીઇએક્સ પર સૌથી વધુ સક્રિય જૂન ડિલિવરીનો સ્ટીલ વાયદો રૂ. ૪૭,૦૦૦ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
સ્ટીલના ભાવમાં નરમાઇ માટે ઘણા પરિબળો જવાબદાર છે. જેમાં સરકારે તાજેતરમાં સ્ટીલ ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતા કોકિંગ કોલ અને ફેરોનિકલ સહિત કેટલાંક કાચામાલની આયાત પરની કસ્ટમ ડયૂટી માફ કરી છે. ઉપરાંત ચોમાસામાં બાંધકામની પ્રવૃત્તિ ઘટી જતી હોવાથી આગામી સમયમાં માંગ ઘટવાની ધારણાએ મેટલમાં નરમાઇ આવી છે.
તો સ્ટીલ બનાવવામાં વપરાતા કાચા માલનું ઉત્પાદન પણ વધ્યુ છે. જેમાં નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મે મહિનામાં આયર્ન ઓરનું ઉત્પાદન ૧૪.૨ ટકા વધીને ૩૨ લાખ ટન થયુ છે. આમ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિનામાં આયર્ન ઓરનું કુલ ઉત્પાદન ૭.૪ ટકા વધીને ૬૩.૫ લાખ ટને પહોંચ્યુ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
12 Comments