પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનમાં પાયોનીઅર Urbanaac, ગુજરાતનું પ્રથમ રેસિડેન્શિયલ પ્રિકાસ્ટ બિલ્ડિંગ નિર્માંણ કરી રહ્યું છે.
Gujarat Pioneer Urbanaac Infra. built Gujarat's first precast construction building.
![](https://builtindia.in/wp-content/uploads/2021/10/1565673686044-1.jpg)
પ્રિકાસ્ટ કોંક્રિટ કંસ્ટ્રક્શન, આવનારા સમયમાં કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં એક નવો યુગ સર્જેશે. અમેરિકા,જર્મની, ફીનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, સ્વિર્ઝલેન્ડ સહિત યુરોપના દેશોમાં પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન મોટાપાયે ચાલી રહ્યું છે. અને હવે, ભારતમાં પણ પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન શરુ થઈ ગયું છે. માયાનગરી મુંબઈ, હૈદરાબાદ, કર્ણાટક, અમદાવાદમાં પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનના બિલ્ડિંગો નિર્માંણ થવાનો શુભારંભ થઈ ચૂક્યો છે. ત્યારે, ગુજરાતમાં પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનમાં પાયોનીઅર એવા Urbanaac ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ, ગુજરાતમાં પ્રથમવાર પ્રિકાસ્ટ રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિર્માંણ કરીને, ગુજરાતમાં પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનનો ઉદય થયો છે તેવું Urbanaacના મેનેજિંગ ડીરેક્ટર અર્જૂન અમીન જણાવે છે.
![](https://builtindia.in/wp-content/uploads/2021/10/DJI_0516-Copy-1024x576.jpg)
વધુમાં અર્જૂન અમીન જણાવે છેકે,પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન વર્ટીકલ ડેવલપમેન્ટ માટે અને જ્યાં બાંધકામ કરવું અગરુ હોય તેવા વિસ્તારો માટે આર્શીવાદરુપ સાબિત થશે. પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનમાં સ્કિલ્ડ લેબરની જરુરીયાત પડે છે. જેથી, અમારી કંપની પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન માટે સ્કિલ્ડ લેબરને તાલીમ આપીને, સ્કિલ્ડ લેબરનું સર્જન કરે છે. એટલે કે, પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનમાં સામાન્ય અભ્યાસ કરેલો માણસ પણ તેને તાલીમ આપીને, અનસ્કિલ્ડમાંથી સ્કિલ્ડ લેબરમાં ટ્રાન્સફોર્મ કરી શકાય છે.
![](https://builtindia.in/wp-content/uploads/2021/10/IMG_20210511_121110-1024x575.jpg)
પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનથી અંદાજિત 40 ટકા સમય બચે છે. જેથી, પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ થાય છે. દા.ત. હાલ નિરમા યુનિવર્સીટીની પાછળ, ગણેશ હાઉસિંગનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન દ્વારા નિર્માંણ પામી રહ્યો છે. જે ગુજરાતનો પ્રથમ પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે.
![](https://builtindia.in/wp-content/uploads/2021/10/IMG_20210511_120901-1024x575.jpg)
નોંધનીય છેકે, આ પ્રોજેક્ટ કન્વેશનલ પદ્ધતિથી નિર્માંણ કરવામાં આવે તો, અંદાજિત 3 વર્ષ થાય. જ્યારે પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન દ્વારા નિર્માંણ કરવામાં આવે તો, 300 યુનિટ ધરાવતો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માત્ર 6 થી 8 મહિનામાં નિર્માંણ પામશે. એટલે કે, અહીં સમયનો ખૂબ જ બચાવ થાય છે.
હાલ, અમારા પ્રિકાસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પર ગ્રાહકો આવી રહ્યાં છે. તેમના તરફથી, અમને પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનમાં ગુણવત્તા સારી મળી રહી છે તેવો ફીડબેક મળી રહ્યા છે. કારણ કે, કન્વેશનલ બિલ્ડિંગમાં વપરાતા કોંક્રિટ વધુમાં વધુ એમ-25 કે એમ-30 હોય છે, જ્યારે પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનમાં ઓછામાં ઓછું કોંક્રિટ એમ-35 હોય છે. તેમાંય અલગ અલગ તબક્કામાં અલગ અલગ હોય છે. જેમ કે, પિલ્લર, સ્લેબ, બીમ, સ્ટેરકેસ, હોલ કોર સ્લેબ, પેનલ વોલમાં એમ-40, 45,55 અને 75 સુધી કોંક્રિટ વાપરવામાં આવે છે. જેથી, તેની મજબૂતાઈ ખૂબ સારી આવે છે.
![](https://builtindia.in/wp-content/uploads/2021/10/company-overview-img1-1024x610.jpg)
રેસિડેન્શિયલ પ્રિકાસ્ટ પ્રોજેક્ટમાં પહેલાંથી, લાઈટફિટિંગ, વોટર પ્લમ્બિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર સંશોધન કરીને તેનું પ્લાનિંગ કરવામાં આવે છે. જોકે, પ્રિકાસ્ટમાં ઝરી પાડીને, તમે તમારુ લાઈટફિટિંગ કે, વોટર પ્લમ્બિંગ ચેન્જ કરાવી શકે છો.
નોંધનીય છેકે, કોઈ ક્ષેત્રેમાં કોઈ નવી વસ્તુ આવે કે, નવી ટેક્નોલોજી આવે ત્યારે, સૌને પહેલાં નવાઈ લાગે છે અને સવાલ થતા હોઈ છેકે, આ કેવું ચાલશે અને તેની ગુણવત્તા છું હશે. પરંતુ, જેમ જેમ તે પ્રોડક્ટની જાગૃતિ આવતી જાય છે, તેમ તેમ તેના બજારમાં વધારો થાય છે. જેમ કે, રેડી મિક્સ કોંક્રિટ આજથી પાંચ વર્ષ પહેલાં, મોટાભાગના ડેવલપર્સ ઉપયોગ કરતાં વિચાર કરતા હતા. પરંતુ, હવે રેડી મિક્સ કોંક્રિટ કંસ્ટ્રક્શન સેક્ટર માટે એક અભિન્ન અંગ બની ગયું છે. બસ આજ રીતે, પ્રિકાસ્ટ પણ આવનારા સમય માટે કંસ્ટ્રક્શન માટે મજબૂત અંગ બનશે તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments