Big StoryGovernmentNEWS

ગાંધી જયંતી પર : 1200 કરોડના ખર્ચે 55 એકરમાં ગાંધી આશ્રમનું થશે રીડેવલપમેન્ટ.

Gandhi Ashram's redevelopment design blueprint is being.

અમદાવાદના સાબરમતી આશ્રમને રીડેવલપમેન્ટ કરવામાં માટે પ્લાનિંગ થઈ રહ્યું છે. જે માટે મોટાભાગની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. જેમાં ગાંધી મૂલ્યો, વારસો અને તેમની જીવન શૈલી મુજબ 55 એકરમાં ગાંધી આશ્રમને વિસ્તારવામાં આવશે. ગાંધીજીના સમયના આશ્રમ જીવન અને તે સમયની પ્રવૃત્તિ ફરી જાગૃત થશે. હાલ 5 એકરમાં ફેલાયેલો ગાંધી આશ્રમ વધીને 55 એકરનો થશે. આશરે રૂ.1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધી આશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે.

ગાંધી આશ્રમ પ્રોજેકટ પર હાલ સેન્ટ્રલ વિસ્ટા પર કામ કરતા ડિઝાઈનર બિમલ પટેલ અલગ-અલગ ડિઝાઈન પર કામ કરી રહ્યા છે. જેમાં ગાંધી આશ્રમના તમામ જૂના સંસ્મરણો એમનેમ જ રહેશે, કોઈ આધુનિકતા આશ્રમમાં નહિ હોય પણ ગાંધીના વિચારો, સ્મૃતિ, ગાંધી શૈલી પુનર્જીવીત કરવા માટે પ્રયાસ છે.

નો નોઈશ, નો પોલ્યુશન હશે ગાંધી આશ્રમની થીમ
આશ્રમમાં વાડજ સ્મશાનથી બીજી તરફ આશ્રય હોટલ સુધીનો વ્હીકલ ઝોન બનાવવામાં આવશે રસ્તો ડાઇવરઝન કરવામાં આવશે. જે માટે ડિઝાઇન જોવામાં આવી રહી છે. આશ્રમમાં ગ્રીન કવર વધારવા માટે વધુમાં વધુ વૃક્ષઓ વાવવામાં આવશે. નો નોઈશ, નો પોલ્યુશન માત્ર સાદગી ગાંધી આશ્રમની થીમ હશે. ગાંધી આશ્રમ બન્યા બાદ વિશ્વ સ્તરે ઓળખ પામશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

One Comment

  1. Pingback: harp instrument
Back to top button
Close