જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરુ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. સૌરાષ્ટ્રમાં વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા હવે શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે. જામનગર જિલ્લામાં આંતર રાષ્ટ્રીય ધારા ધોરણો મુજબનું નવું અલંગ સચાણા બનશે. સચાણાનો શિપ બ્રેકિંદ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રાજગારીની તકો ખુલશે.
મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે. આમ સૌરાષ્ટ્રમાં શિપ બ્રેકિંગ માટે બે યાર્ડ કાર્યરત થવાથી વેપાર ઉદ્યોગને નવી દિશા મળશે. ઘણાં લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું કરવાનો મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિર્ણાયક અભિગમ દાખવ્યો છે.
સચાણા બંદરની કુદરતી ભૌગોલિક સ્થિતિ અને કિનારો ઢોળાવ વાળો હાવોથી નાના-મધ્યમ કદના જહાજો અહિં સરળતાથી કિનારા સુધી આવી શકશે અને શિપ બ્રેકિંગ માટે જહાજો
સરળતાએ અવર જવર કરી શકશે, મુખ્યમંત્રીએ સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવાની પહેલ કરી હતી. વર્ષ 2012થી બંધ પડેલી સચાણની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુન: વેગવાન બનશે અને અલંગની જેમ જ સચાણા પણ શિપ બ્રેકિંગ ક્ષેત્રે મહત્વ પર્ણ સ્થાન બનશે.
સરકારના આ નિર્ણયથી દેશ-વિદેશના નાના-મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ રિ-સાયકલિંગ માટે આવશે અટલે, કેન્દ્ર અને રાજ્ય સરકારને કસ્ટમ, જીએસટી સહિતનું હૂંડિયામણ પણ મળતું થશે એટલું જ નહિ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની મુખ્યમંત્રીની નેમ સાકાર કરવાની દિશામાં એક નવું સીમા ચિન્હ પ્રસ્થાપિત થશે એવો દાવો રાજ્ય સરકાર કરી રહી છે.
9 Comments