જૂનાગઢના ચાંપાનેરનો કિલ્લો, ગુજરાતની ઐતિહાસિક ઘરોહર
ચાંપાનેર ભારત દેશનાં ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા હાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે ૪ થી ૫ કિલોમીટર ના અંતરે માચી ગામ આવેલ છે, જે ઐતિહાસિક ગામ છે. ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી, જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો (UNESCO) દ્વારા થઇ રહ્યું છે, અહી પ્રસિધ્ધ કિલ્લો આવેલો છે અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે. અહી ઐતિહાસિક કીલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે, જે સુલતાન મહમદ બેગડાના સમયમાં બની હતી. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ ચાંપાનેર ગામ જ હતું. ચાંપાનેર પંચમહાલ જિલ્લાનું મુખ હોવા ઉપરાંત તેની આસપાસ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી માટે પણ જાણીતું છે. અહીં પર્વતારોહકો પર્વતારોહણ દ્વારા પાવાગઢ તેમજ આસપાસનાં નાની ટેકરીઓ સર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે. અહીં આસપાસ જોવાલાયક એવા પાવાગઢ, જાંબુઘોડા અભયારણ્ય જેવા અનેક નાના મોટા સ્થળ છે
ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ ૮મી સદીમાં કરી હતી. તેણે શહેરનું નામ તેના મિત્ર અને સેનાપતિ ચાંપા (જે પાછળથી ચાંપારાજ તરીકે ઓળખાયો) પરથી પાડ્યું હતું. ૧૫મી સદી સુધીમાં ચાંપાનેર શહેરની ઉપરના પાવાગઢ કિલ્લાનો કબ્જો ચૌહાણ રાજપૂતો પાસે હતો. ગુજરાતનાં સુલ્તાન સુલતાન મહમદ બેગડાએ ચાંપાનેર પર ૪ ડિસેમ્બર ૧૪૮૨માં આક્રમણ કર્યું અને ચાંપાનેરની સેનાને હરાવીને શહેર કબ્જે કર્યું અને પાવાગઢના કિલ્લા પર કબ્જો મેળવ્યો, જ્યાં રાજા જયસિંહે શરણ લીધું હતું. બેગડાએ લગભગ ૨૦ મહિનાની ઘેરબંધી પછી ૨૧ નવેમ્બર ૧૪૮૪માં કિલ્લાનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ તેણે ૨૩ વર્ષો સુધી ચાંપાનેરની ફરી વસાવવાનું કામ કરાવ્યું અને તેનું નામ મુહમદાબાદ રાખ્યું, ત્યારબાદ તેણે સલ્તનતની રાજધાની અમદાવાદથી ત્યાં ખસેડી. ઇ.સ. ૧૫૩૫માં ગુજરાતના બહાદુર શાહનો પીછો કરતાં હુમાયુએ ૩૦૦ મુગલો સાથે ત્યાં ચડાઇ કરી હતી. હુમાયુએ ત્યાંથી મોટી માત્રામાં સોનું, ચાંદી અને ઝવેરાતોનો કબ્જો ખંડણીરૂપે મેળવ્યો હતો, જોકે બહાદુર શાહ ત્યાંથી દીવ ભાગી છૂટવામાં સફળ થયો હતો.
મરાઠા તેમજ બ્રિટિશ સામ્રાજ્યમાં કિલ્લો અને મસ્જિદ જર્જરિત બની ગયા, જે ઐતિહાસિક ઘરોહર તરીકે આજે પણ મોજુદ છે
સૌજન્ય ગુજરાત સરકાર
14 Comments