વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ લોથલ માટે ભારત–ઈઝરાયેલ વચ્ચે થયા MoU

ગુજરાતના લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) ને વડાપ્રધાનની ઈઝરાયેલ મુલાકાત દરમિયાન ભારત અને ઈઝરાયેલ વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) બાદ મહત્વપૂર્ણ ગતિ મળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ મુલાકાત દરમિયાન કુલ ૧૭ કરારો અને સમજોતાઓ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં લોથલ ખાતે વિકસાવવામાં આવી રહેલા NMHC પ્રોજેક્ટ માટે સહકાર અંગેનો એક મહત્વપૂર્ણ MoU પણ સમાવેશ થાય છે. લોથલ વિશ્વના સૌથી પ્રાચીન ડોકયાર્ડમાંનું એક માનવામાં આવે છે અને તે સિંધુ ઘાટી સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે.
NMHC સંબંધિત MoU નો હેતુ પ્રદર્શન, શૈક્ષણિક સંશોધન, પ્રકાશનો અને ક્ષેત્ર નિષ્ણાતોના પરસ્પર વિનિમય દ્વારા ભારત–ઇઝરાયેલ વચ્ચેના સાઝા સમુદ્રી વારસાને ઉજાગર કરવાનો છે. આ ભાગીદારીથી લોથલ ખાતે વિકસાવવામાં આવી રહેલા મહત્ત્વાકાંક્ષી મેરિટાઇમ મ્યુઝિયમ પ્રોજેક્ટને ધારણા અને ટેકનોલોજી દૃષ્ટિએ વધુ મજબૂતી મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



