Breaking NewsGovernmentNEWS

ગાંધીનગરને મળ્યા નવા યુવા મેયર શ્રી રૂપસિંહ ઠાકોર; 29 વર્ષની ઉંમરે સંભાળશે પાટનગરના પ્રથમ નાગરિકની જવાબદારી

ગાંધીનગર: Built India Media: ગુજરાતના પાટનગર ગાંધીનગરને નવા મેયર મળ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 29 વર્ષીય યુવા નેતા શ્રી રૂપસિંહ ઠાકોરની મેયર તરીકે વરણી કરવામાં આવી છે. તેમની પસંદગી સાથે જ પાટનગરના નાગરિક વહીવટની કમાન હવે યુવા નેતૃત્વના હાથમાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની ટીમની રચના પૂર્ણ થઈ છે.

ખાસ વાત એ છે કે 29 વર્ષીય રૂપસિંહ ઠાકોર પ્રથમ વખત ચૂંટણી લડીને મહાનગરપાલિકામાં પહોંચ્યા છે અને હવે તેમને મેયરપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. યુવા વયે મળેલી આ જવાબદારીને કારણે તેમની પસંદગી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની છે.

બીજી તરફ, કોંગ્રેસે કર્મજીતસિંહ વાઘેલાને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપી છે. ભાજપના પક્ષ મેન્ડેટમાં વિલંબને કારણે સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થવામાં મોડું થયું હતું. જોકે, મેન્ડેટ પહોંચ્યા બાદ નવા હોદ્દેદારોનાં નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.હવે પાટનગરના નાગરિકોની નજર નવા મેયર અને તેમની ટીમ પર રહેશે. શહેરના વિકાસ, સ્વચ્છતા, ટ્રાફિક, પાણી, રસ્તા અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર નવી ટીમ કેવું કાર્ય કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close