ConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદ મેટ્રો કામગીરીને પગલે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેર

અમદાવાદ: Built India Media: અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ બ્રિજની મજબૂતી અને રેલિંગની કામગીરીને કારણે ચીમનભાઈ પટેલ બ્રિજ પર 3 અને 4 નવેમ્બર દરમિયાન સતત બે રાત વાહનવ્યવહાર પાંચ કલાક માટે બંધ રાખવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આ સમયગાળા દરમિયાન હળવા અને ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા છે.

બ્રિજ 3 નવેમ્બર અને 4 નવેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન વાહનચાલકોને મુસાફરીનું આયોજન કરીને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.ટ્રાફિક ડાયવર્ઝન મુજબ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતનાં હળવાં વાહનો માટે સાબરમતી, વાડજ, ગાંધી આશ્રમ, ગાયત્રી મંદિર, ચાંદખેડા અને રાણીપ તરફના વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ભારે વાહનો માટે અલગ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ડાયવર્ઝન દરમિયાન ટ્રાફિક કર્મચારીઓની સૂચનાઓ અનુસરવા અપીલ કરી છે, જેથી વાહનવ્યવહાર સરળ રહે અને મેટ્રોની કામગીરી સમયસર પૂર્ણ થઈ શકે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close