ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પહેલાં યોગ્ય સ્ટ્રક્ચરલ ડિઝાઈન જરૂરી

અમદાવાદ: Built India Media: મકરબા રેલવે ઓવરબ્રિજ ખુલ્યા બાદ કોર્પોરેટ રોડ અને પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિક જામ વધ્યો છે. AMCએ બ્રિજના લેન્ડિંગ પોઈન્ટ પર વાહનવ્યવહારને વ્યવસ્થિત કરવા ‘કેપ્સ્યુલ એપ્રોચ’ અમલમાં મૂક્યો છે. પ્રહલાદનગર, જુહાપુરા, સરખેજ, કોર્પોરેટ રોડ અને SG હાઈવેનો ટ્રાફિક એક જ વિસ્તારમાં ભેગો થતાં સમસ્યા વધુ વકરી છે
અમદાવાદ શહેરમાં અનેક ફ્લાયઓવર બ્રિજ, અન્ડરપાસ બ્રિજ, ROB નિર્માણ પામી રહ્યા છે, જે પ્રજાની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ જે રીતે તાજેતરમાં મકરબા ફ્લાયઓવર બ્રિજમાં ટેકનિકલ ભૂલ સામે આવી છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણકાર્યોમાં રાજ્ય સરકારની નોડલ એજન્સી, ટેકનિકલ ટીમ, સ્ટ્રક્ચરલ ટીમ દ્વારા પૂરતો અભ્યાસ કર્યા વગર આવા નિર્માણકાર્યો અને ડિઝાઇન કરવામાં આવે છે, તેવું લોકો માની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં પણ આના જેવો જ પ્રશ્ન બન્યો હતો, જેમાં જમીન સંપાદન થયું ન હતું, તે પહેલાં જ બ્રિજનું નિર્માણ પણ થયું અને લોકાર્પણ પણ થયું. ત્યારબાદ ખબર પડી કે બ્રિજ આગળ બંધ છે.
એટલે અહીં સવાલ થાય છે કે ભવિષ્યમાં આવું ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારા જે વિસ્તારમાં બ્રિજનું નિર્માણ કરવામાં આવે તે પહેલાં નિરીક્ષણ, પ્લાનિંગ વગેરે તૈયાર કર્યા બાદ જ આવા બ્રિજનું નિર્માણ કરવું જોઈએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



