સમગ્ર પજાપતિ સમાજનું ગૌરવ, ખેરાલુના ડૉ. બી.એસ. પ્રજાપતિને IAS કેડરમાં પ્રમોશન થવા બદલ અભિનંદન


સમગ્ર પ્રજાપતિ સમાજ માટે ગૌરવની વાત છે. શ્રી દોતોર 36 પ્રજાપતિ સમાજ, ખેરાલુંના GAS અધિકારી ડૉ. બી. એસ. પ્રજાપતિ, એટલે કે ભરતભાઈ એસ. પ્રજાપતિને IAS તરીકે પ્રમોશન મળવા બદલ સમગ્ર પ્રજાપતિ સમાજ અભિનંદન પાઠવી રહ્યું છે. આ સાથે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના એડીટર પ્રહલાદ પ્રજાપતિ અને તેમની ટીમ પણ અભિનંદન પાઠવે છે.
હાલ બી. એસ. પ્રજાપતિ, નર્મદા જિલ્લામાં એડીશન કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પહેલી જૂ-2026 ના રોજ ગુજરાત સરકારે એકસાથે 68 અધિકારીઓની બદલી અને બઢતી કરી હતી, જેમાં બી.એસ. પ્રજાપતિને નર્મદા જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેઓ કચ્છમાં સેવા આપી ચૂક્યા છે. તેમજ ગુજરાતનું આર્થિકનગર અમદાવાદમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ રીતે તેઓએ ગુજરાત સરકારના વહીવટી વિભાગના અલગ અલગ પ્રભાગોમાં ફરજ બજાવી છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, ગુજરાત રાજ્યના 17 ગુજરાતના ગુજરાત વહીવટી સેવા (GAS) અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS) કેડરમાં બઢતી આપવામાં આવી છે.
જેમાં બઢતી મેળવનારા અધિકારીઓમાં આર. એન. કુચારા, આર. પી. પટેલ, સી. બી. ગણાત્રા, સી. એ. ગાંધી, બી. એન. પટેલ, એમ. કે. જોશી, એ. કે. જોશી, કે. એસ. ઝાલા, વી. કે. જાદવ, ડી. કે. પટેલ, બી. એચ. પટેલ, આઈ. આર. વાળા, એમ. ડી. ચુડાસમા, બી. એસ. પ્રજાપતિ, વી. જી. પટેલ, એ. કે. વસ્તાણી અને પી. બી. રાઠોડનો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



