GovernmentHousingNEWSPROJECTS

રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીનાં વાદળો, સરકારના મૌનને કારણે બિલ્ડર લોબીમાં રોષની લાગણી

રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા એક વર્ષથી ધીમી ગતિથી ચાલી રહ્યું હતું. અને તેમાંય, પશ્વિમ એશિયા અને ખાડી દેશના યુદ્ધના પગલે, વિશ્વભરમાં પેટ્રોલિયમ પેદાશોની આર્થિક અરાજકતા આવી. પરિણામે, દેશમાં દ્રિતીય ક્રમાંકે, રોજગાર આપનારા રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ પર માઠી અસરો જોવા મળી છે. જેના પગલે, કન્સ્ટ્રક્શન મટેરિયલના ભાવો અસમાને પહોચ્યા છે. તેની સાથે જ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેથી, સ્વાભાવિક છે કે, મકાનોના ભાવોમાં કન્સ્ટ્રક્શન કોસ્ટના અનુપાતમાં અંદાજે 15 થી 20 ટકા વધારો નોંધાશે. તેવું બિલ્ડરો કહી રહ્યા છે. પરિણામે ગ્રાહકોને ઘરનું ઘર લેવું ખરીદવું અગરુ બન્યું છે.

આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટ માર્કેટ ટકી રહે અને ગ્રાહકોને ફાયદો થાય તે માટે નારેડકો ગુજરાતે તાજેતરમાં એક હોટલમાં રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતા તમામ લોકો માટે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ કરી હતી. જેમાં તેઓએ દસ મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેમાં ટીપી એક્ટ હેઠળ 40 ટકાની કપાતમાં ઘટાડો કરવો, જે ચાર્જેબલ એફએસઆઈ છે તેને મફત કરવામાં આવે, સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવો, એફએસઆઈ પર 18 જીએસટી દૂર કરવો, લેબર સેસ, બીયુ ચાર્જીસ, બેન્ક વ્યાજ અને એફએસઆઈ પર હપ્તા સાથે વ્યાજ ઉઘરાવાય છે તે દૂર કરવામાં આવે સહિત મુદ્દાઓ સરકાર સામે રજૂ કર્યા છે. પરંતુ, હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ વ્યાજબી જવાબ મળ્યો નથી તેવું જાણવા મળ્યું છે.

હાલ પેટ્રોલ-ડીઝલ સહિત માનવ જીરુરિયાતોની ચીજવસ્તુઓમાં પણ વધારો થયો છે. જેના કારણે હાલ બજારમાં નાણાંકીય મંદી ચાલી રહી છે. ત્યારે આ મુદ્દો માત્ર બિલ્ડરોને રહ્યો નથી. સમગ્ર ગુજરાતની જનતા માટેનો રહ્યો છે. જેથી, સરકાર આ અંગે સત્વરે કંઈ નિર્ણય લે અને મંદીની સ્થિતિમાં બિલ્ડરોને બેઠ્યા કરવામાં સહાયરુપ બને. નહિતર આવનારા દિવસોમાં બેરોજગારની સંખ્યામાં વધારો થશે તેવી સંભાવના સેવાઈ રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close