Civil EngineeringCivil TechnologyConstructionInfrastructureNEWS

BAI ગુજરાત ચેપ્ટરના ચેરમેન તરીકે કેવલ પરીખની વરણી, તે સાથે રાજ્યના 9  સેન્ટરના ચેરમેનોએ લીધી શપથ  

આઝાદ ભારત પહેલાં સ્થપાયેલી, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા નામની સંસ્થા આજે વટવૃક્ષ બનીને ભારતભરમાં પથરાઈ છે અને મોટીસંખ્યામાં મેમ્બર્સ છે. ત્યારે ગુજરાત ચેપ્ટરની નવા ચેરમેન પદની વરણી માટે અમદાવાદના સિંધુભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના જાણીતા સિવીલ એન્જીનીયર કેવલ પરીખને સર્વોનુમતે, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ગુજરાત ચેપ્ટરના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, ગુજરાત ચેપ્ટરના પૂર્વ ચેરમેન સંજય શાહે, વિવિધત રીતે મંત્રોચ્ચારો દ્વારા ગુજરાત ચેરમેન પદનો હોદ્દો સુપ્રત કર્યો હતો. તે સાથે નવનિયુક્ત BAIના ગુજરાત ચેપ્ટરના ચેરમેન તરીકે કેવલ પરીખ શપથ લીધી હતી. આ સાથે નવ નિયુક્ત ચેરમેન કેવલ પરીખે ગુજરાતના અલગ અલગ 9 સેન્ટરના ચેરમેન પદની શપથ લેવડાવી હતી.  

ઉલ્લેખનીય છેકે, આ સમગ્ર ઈવેન્ટનું આયોજન અને મેનેજમેન્ટ કરનાર એવા કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી અને સિવિલ એન્જીનીયરીંગ સેક્ટરમાં સ્પષ્ટ વક્તા, “I am Civil Engineer” નું ગૌરવ ગુજરાતભરમાં પ્રસ્થાપિત કરનાર નામાંકિત સિવીલ એન્જીનીયર અને બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ગુજરાત ચેપ્ટરના ઓર્ગેનાઈઝર સેક્રેટરી ગિરીશ સિંઘાઈએ સમગ્ર ઈવેન્ટનો દોરીસંચાર કર્યો હતો.

સન્માન સ્વિકારતા સિવીલ એન્જીનીયર, ગિરીશભાઈ સિંઘાઈ, અમદાવાદ

આ પ્રસંગે, BAIના ગુજરાત ચેપ્ટરના ચેરમેન કેવલ પરીખે જણાવ્યું હતું કે, અમે ગુજરાતભરમાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના મેમ્બર્સ અને તેના કાર્યોની સુગંધ સમગ્ર ગુજરાતમાં ફેલાવવા માટે કટિબદ્ધ છીએ. તો, આ પ્રસંગે, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ નિમેશ પટેલે નવનિયુક્ત ગુજરાત ચેપ્ટરના ચેરમેન કેવલ પરીખને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં બિલ્ડર્સ એસોસિએશનના કાર્યોનો પ્રચાર અને પ્રસાર માટે 365 દિવસ હું આપની સાથે જ છું તેવી ખાતરી આપી હતી.

નોંધનીય છે કે, મોર્ડન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી વિષય પર એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકરસી હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી અને સિવીલ એન્જીનીયર નવીનતભાઈ ઠાકરસી, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર એમ.એન. પટેલ, સનદી અધિકારી કમલેશ રિબાડિયા, ભારતના એરફોર્સના ચીફ એન્જીનીયર્સ હરિચંદ્ર, અમદાવાદના બિલ્ડર્સ વિજય શાહ અને વિરલ શાહ જોડાયા હતા. મોર્ડન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીના વિષય પર સુંદર અને પરિણાત્મકલક્ષી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને જેમાં મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close