GovernmentInfrastructureNEWSPROJECTS

દક્ષિણ કોરિયાની કંપનીઓને ગુજરાતના PM MITRA ટેક્સટાઇલ પાર્કમાં રોકાણનું આમંત્રણ

ડેગુ,દક્ષિણ કોરિયા : Built India Media: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવાના પ્રયાસરૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ કોરિયાના ડેગુ શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટેક્સટાઇલ મશીનરી, ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજીના ક્ષેત્રે સહકાર વધારવા ચર્ચા થઈ હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભારતના મેન-મેડ ફાઇબરના આશરે 33% અને ડેનિમના લગભગ 65% ઉત્પાદનનો હિસ્સો ગુજરાત ધરાવે છે. તેમણે દક્ષિણ કોરિયાની કંપનીઓને નવસારીમાં વિકસાવવામાં આવી રહેલા આશરે 1,142 એકરના PM MITRA ટેક્સટાઇલ પાર્કમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

આ પાર્કમાં સ્પિનિંગ, વણાટ, પ્રોસેસિંગ, ટેક્નિકલ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ જેવી પ્રવૃત્તિઓને એક જ સંકલિત માળખા હેઠળ વિકસાવવાનું આયોજન છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, હજીરા પોર્ટ અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરની કનેક્ટિવિટીથી ઉદ્યોગોને લાભ મળવાની અપેક્ષા છે.

બેઠકમાં દક્ષિણ કોરિયાની આશરે 28 પ્રતિનિધિઓની ટીમે ભાગ લીધો હતો. ગુજરાત સરકારનો આ પ્રયાસ ટેક્સટાઇલ ક્ષેત્રે ટેક્નોલોજી સહકાર, સંયુક્ત સાહસો અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close