મોડાસામાં અમદાવાદના વંદે-માતરમ્ ગ્રુપે, પીપીપી મોડેલ આધારિત નિર્માણ કર્યુ વંદેમાતરમ્ બસસ્ટેશન, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના અરાવલ્લી જિલ્લાના મુખ્ય શહેર મોડાસામાં વંદે-માતરમ્ અત્યાધુનિક બસ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. અહીં મહત્વનું છે કે, ગરીબ અને નાના-મધ્યમ વર્ગના લોકો સહિત અન્ય મુસાફારોને અત્યાધુનિક બસ સ્ટેશનની સુવિદ્યા મળી રહે તેવા ઉમદા હેસુતર, ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગના સહયોગથી, અમદાવાદના જાણીતા વંદે-માતરમ્ રિયલ એસ્ટેટ ડેવલપર્સ ગ્રુપે પીપીપી મોડેલ આધારિત વંદે-માતરમ્ મોડાસા બસ સ્ટેશન નિર્માણ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ નિર્માણ પામેલા મોડાસા સિટી સેન્ટર બસ સ્ટેશન, એરપોર્ટ જેવો અનુભવ કરાવે છે. તેમજ વેઈટિંગ એરિયા, ફૂટ કોર્ટ-કેફે એરિયા, પીવાનું શુદ્ધ પાણી, અદ્દતન ટોઈલેટ બ્લોક્સ અને આરોગ્યવર્ધક સેવાઓથી સજ્જ છે. ઉપરાંત મુસાફરોને કોઈ જ તકલીફ ના પડે તે માટે ડિઝિટલ ટિકિટિંગ વ્યવસ્થા, બસનો ચોક્કસ, સચોટ સમય દર્શાવતી એલઈડી ડિસ્પ્લે, લિફ્ટ અને રેમ્પ જેવી સુવિદ્યાઓથી દિવ્યાંગો અને વડીલો પણ આરામથી મુસાફરી કરી શકશે. તેમજ મલ્ટીપર્પઝ હૉલ અને રિટેલ શોપિંગ સેન્ટર પણ ઉપલબ્ધ છે.

વધુમાં, સમગ્ર બસ સ્ટેશનની સુરક્ષા અને સલામતીના હેતુસર, સીસીટીવી સર્વેલન્સ, સુરક્ષા ગાર્ડસ્, બસો, ટેક્સી અને ખાનગી વાહનો માટે વિશાળ પાર્કિંગ એરિયા સહિતની સુવિદ્યાથી સજ્જ વંદે માતરમ્ મોડાસા બસ સ્ટેશન છે.
ઉલ્લેખનીય છેકે, અમદાવાદના જાણીતા ડેવલપર્સ ગ્રુપ વંદે-માતરમ્ ગ્રુપના નામે અમદાવાદમાં વંદે-માતરમ્ એરિયા છે. ત્યાં પણ રાજ્ય સરકાર સહયોગથી, લોક કલ્યાણ માટેના કામો વંદે માતરમ્ ગ્રુપ કરી રહ્યું છે. જે અન્ય ગ્રુપો માટે એક પ્રેરણાસ્ત્રોત છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.