GovernmentNEWS

આજે વડાપ્રધાન મોદી સાણંદમાં માઈક્રોનના ATMP સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઈન માટે મહત્વનું પગલું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે બપોરે અંદાજે ૩:૪૫ વાગ્યે વડાપ્રધાન સાણંદ ખાતે, Micron Semiconductor Technology India Private Limitedની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ રેલીને સંબોધન કરશે.

સાણંદ ATMP સુવિધાથી “મેડ ઈન ઇન્ડિયા” સેમિકન્ડક્ટર મેમરી મોડ્યૂલનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થવું ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનમાં મજબૂત સ્થાન અપાવવાનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, આ પ્રોજેક્ટનો ભૂમિપૂજન સપ્ટેમ્બર-૨૦૨૩માં યોજાયો હતો અને તે India Semiconductor Mission હેઠળ મંજૂર થયેલો પ્રથમ પ્રસ્તાવ હતો. ૨૨,૫૦૦ કરોડથી વધુના મૂડીરોકાણ સાથે પ્રોજેક્ટને મંજૂરી મળતા જ બાંધકામ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સાણંદ ATMP સુવિધામાં માઇક્રોનના વૈશ્વિક ઉત્પાદન નેટવર્કમાંથી આવતા અદ્યતન DRAM અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને તૈયાર મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં પરિવર્તિત કરવામાં આવશે, જે વૈશ્વિક બજારોમાં નિકાસ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close