Civil EngineersCivil TechnologyConstruction EquipmentInfrastructureNEWS
ગાંધીનગરના સરગાસણ ફ્લાયઓવરનું નિર્માંણકાર્ય પુરજોસમાં, બે વર્ષમાં થશે પૂર્ણ
પાટનગર ગાંધીનગરના સરગાસણમાં નિર્માંણ પામી રહેલા સરણાસણ સર્કલ ફ્લાય ઓવર બ્રીજનું નિર્માંણકાર્ય આવનારા બે વર્ષમાં પૂર્ણ થશે તેવી સંભાવના રહેલી છે. કંસ્ટ્રક્શન કંપનીના જણાવ્યાનુસાર, સરગાસણ ફ્લાય ઓવરની લંબાઈ કુલ 1200 મીટર અને તેની પહોળાઈ 27 મીટર છે. હાલ સરકાર દ્વારા બ્રીજના નિર્માંણની કામગીરી પૂરજોસમાં ચાલી રહી છે.
નોંધનીય છેકે, ગુજરાત સરકારના ગાંધીનગર-સરખેજ હાઈવેને મોડલ રોડ અંતર્ગત, નિર્માંણ પામેલા પેકેજ-1માં ગાંધીનગરમાં બે ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ પામી રહ્યા છે. જેમાં એક ઉવાસદ અને બીજો સરગાસણ સર્કલનો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments