GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાતમાં 500 કરોડથી વધુના આરોગ્ય પ્રોજેક્ટ્સ, અમદાવાદમાં 223 કરોડનું ન્યુરોસાયન્સ સેન્ટર બનશે

અમદાવાદ: Built India Media: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 255 આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કર્યું અને રૂ. 347 કરોડના ખર્ચે હાથ ધરાનારા 45 નવા પ્રોજેક્ટ્સનાં ખાતમુહૂર્ત કર્યાં. આ સાથે રાજ્યમાં કુલ રૂ. 500 કરોડથી વધુનાં આરોગ્યલક્ષી કામો શરૂ કરવામાં આવ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 223 કરોડના ખર્ચે ન્યુરોસાયન્સ અને રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. 58,831 ચોરસ મીટર વિસ્તારમાં વિકસનારા આ કેન્દ્રમાં 521 બેડ, 160 ICU બેડ અને 13 આધુનિક ઓપરેશન થિયેટર હશે. અહીં સ્ટ્રોક, બ્રેઇન ટ્યુમર, કરોડરજ્જુના રોગો અને ન્યુરોલોજીકલ ઇજાઓ સહિતની ગંભીર બીમારીઓની સારવાર સાથે સંશોધન અને પુનર્વસન સુવિધાઓ મળશે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે રૂ. 185 કરોડના ખર્ચે તૈયાર થયેલી 255 આરોગ્ય સુવિધાઓ જનતાને સમર્પિત કરવામાં આવી છે. ન્યુરોસાયન્સ સેન્ટરના કેમ્પસમાં સ્પાઇન હોસ્પિટલ બનાવવાનું પણ આયોજન છે. રાજ્યમાં તબીબી શિક્ષણનો વિસ્તાર થયો છે અને 2001-02માં 8 મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 2025-26માં 43 થઈ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close