GovernmentHousingInfrastructureNEWSPROJECTS

સુરતમાં 410 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સુરત: Built India Media: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સુરતમાં કુલ રૂ. 410.37 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અંતર્ગત રૂ. 211.65 કરોડનાં 37 કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે રૂ. 198.72 કરોડનાં 13 કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં કતારગામ-અમરોલી રોડ પર ગજેરા જંક્શન ખાતે રૂ. 31.42 કરોડના ખર્ચે નિર્મિત રત્નમાલા ફ્લાયઓવર અને કાપોદ્રા-પૂણા વચ્ચે રૂ. 27.59 કરોડના ખર્ચે બનેલા ક્રીક બ્રિજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સિંગણપોર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટેડ વેસ્ટવોટરના નિકાલ માટેની લાઇન, સરકારી કર્મચારીઓ માટેના આવાસ અને નગરપાલિકાના વર્કશોપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરી સુવિધાઓ હેઠળ પાલનપોર, લિંબાયત અને ટુંકી ખાતે બેઘર લોકો માટે આશ્રયગૃહો, અસારમા અને અડાજણ ખાતે ફાયર સ્ટેશન તથા ત્રણ ફર્સ્ટ રિસ્પોન્ડર ફાયર એન્જિનની સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. આરોગ્ય ક્ષેત્રે કનકપુર વિસ્તારમાં 50 બેડની આધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું, જેમાં OPD, લેબોરેટરી, એક્સ-રે, ઓપરેશન થિયેટર અને પ્રસૂતિ વોર્ડ જેવી સુવિધાઓ છે. સચિન રેલવે ઓવરબ્રિજ નીચે રમતગમત અને મનોરંજનની સુવિધા પણ શરૂ કરવામાં આવી હતી.

ખાતમુહૂર્ત કરાયેલા પ્રોજેક્ટ્સમાં ખોલવડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ રૂ. 144.22 કરોડના ખર્ચે 972 EWS-II આવાસ એકમોનું નિર્માણ મુખ્ય છે. આ ઉપરાંત, બારડોલીના ઇસ્રોલી ખાતે સમરસ બોયઝ હોસ્ટેલ, જહાંગીરાબાદ ખાતે સુમન સ્કૂલ, માર્ગ વિકાસ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટર નેટવર્ક વિકસાવવાના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close