જાણો- ગુજરાતના નવા માર્ગ- મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને.
Know- our Road and Transport Minister Punesh Modi
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળમાં સમાવિષ્ઠ મંત્રીઓમાંનો એક મંત્રી પૂર્ણેશભાઈ ઈશ્વરભાઈ મોદી છે. જેઓ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે. અને માર્ગ- મકાન, વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, યાત્રાધામ વિકાસનો હવાલો સંભાળવા આપ્યો છે. એટલે કે તેઓ કેબિનેટ માર્ગ-મકાન મંત્રી બન્યા.
પૂર્ણેશ મોદીનો અભ્યાસ બી.કોમ. એલ.બી.બી સુધીનો છે. તેઓ વકીલાત વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમજ સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. તેઓ સુરતના પશ્વિમ-167 મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ ભાજપમાંથી બે ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
પૂર્ણેશ મોદી એક ઓબીસી ચહેરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ચહેતા છે. તેઓ 2012ની સુરત પશ્વિમ-167ની વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી બન્યા હતા. જે બાદ, 2017ની વિધાનસભામાં વિજયી બન્યા હતા. આ રીતે તેઓ બે ટર્મ ભાજપામાંથી ધારાસભ્ય તરીકે વિજયી બન્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments