GovernmentInfrastructureNEWSPROJECTS

અમિત શાહે દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવી

ગાંધીનગર: Built India Media: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ પ્રસંગે તેમણે ભારતીય રેલવેના આધુનિકીકરણ અંગે વાત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવે ક્ષેત્રમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કર્યો.અમિત શાહે જણાવ્યું કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, રેપિડ રેલ સિસ્ટમ અને આધુનિક રેલવે સ્ટેશનો જેવા પ્રોજેક્ટ્સ શરૂ થયા છે.

આ સાથે શાહે WAG-12 ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી બતાવી અને ₹1,500 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. તેમાં રેલવે લાઇન ડબલિંગ, ‘કવચ’ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ, ઓટોમેટિક સિગ્નલિંગ અને WAG-12 મેન્ટેનન્સ શેડનો સમાવેશ થાય છે.

શાહે જણાવ્યું કે રેલવેમાં ડીઝલનો વપરાશ 2015-16માં 293 કરોડ લિટરથી ઘટીને 2024-25માં 108 કરોડ લિટર થયો છે અને 2030 સુધી તેને શૂન્ય કરવાનો લક્ષ્યાંક છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવેનું 99.6% વીજળીકરણ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતનું રેલવે બજેટ પણ 2009-14ના ₹589 કરોડથી વધીને 2026-27માં ₹17,366 કરોડ થયું હોવાનું તેમણે જણાવ્યું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close