અમદાવાદમાં દબાણ હટાવવાની ઝુંબેશ, 1,428 લારી-કિયોસ્ક દૂર કરાયા

અમદાવાદ: Built India Media: AMCના એસ્ટેટ વિભાગે 1થી 24 સપ્ટેમ્બર દરમિયાન શહેરના સાતેય ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન 1,428 લારી-કિયોસ્ક, 413 શેડ, 1,882 વાંસ-તાડપત્રીના શેડ અને 8,479 અન્ય વસ્તુઓ દૂર કરવામાં આવી હતી.
જાહેર રસ્તાઓ પરથી 3,680 જાહેરાત બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા. ઉપરાંત 2,309 વાહનોમાં વ્હીલ-લોક કરાયા અને 2,340 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો. સમગ્ર કાર્યવાહી દરમિયાન ₹15.24 લાખનો દંડ વસૂલાયો.

વેસ્ટ ઝોનમાં 528 બોર્ડ-બેનર દૂર કરાયા, 174 વાહનોને વ્હીલ-લોક અને 235 વાહનોને દંડ કરાયો. નોર્થ-વેસ્ટ ઝોનમાં 222 લારી-કિયોસ્ક, 63 શેડ, 287 વાંસ-તાડપત્રીના શેડ અને 1,241 અન્ય વસ્તુઓ દૂર કરાઈ, જ્યારે 349 હોર્ડિંગ્સ-બોર્ડ હટાવી 546 વાહનોને વ્હીલ-લોક અને 514ને દંડ કરાયો. આ ઝોનમાંથી ₹2.66 લાખ દંડ વસૂલાયો.
સાઉથ-વેસ્ટ ઝોનમાં 153 દબાણો અને 819 અન્ય વસ્તુઓ દૂર કરાઈ તેમજ 481 બેનર-હોર્ડિંગ્સ હટાવાયા. આ ઝોનમાંથી ₹1.87 લાખનો દંડ વસૂલાયો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



